• સોશિયલ મીડિયામાં હાલ સુરતમાં બની રહેલી એક ફૂડ આઈટમ ખૂબ ચર્ચામાં છે
  • 1 વર્ષ પહેલા મારા ત્યાં ગ્રાહક આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ઈંડાની આઇટમમાં તમે મને ઠંડુ પીણું નાખી આપો અને એ ગ્રાહક ના કહેવા પર મેં તેને આ ઈંડા ની આઈટમ બનાવી – પ્રતિક મોદી
  • ઈંડાનું ઓમલેટ બનાવતી વખતે તેમાં ઠંડુ પીણું મિક્સ કરવામાં આવતા સોશિયલ મીડિયાના યુઝર્સ પણ માથું ખંજવાળતા થઈ ગયા

WatchGujarat. ખાણીપીણી માટે સુરત જાણીતું છે. અને એટલે જ કહેવત પડી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. ખાવા પીવામાં અહીં અસંખ્ય વેરાયટીઓ મળી જાય છે. એક જ ખાવાની વાનગીઓમાં ઓછામાં ઓછા દસથી વધુ વેરાયટી તમને બીજે કશે નહિ પણ સુરતમાં જ મળે. સામાન્ય રીતે લોકો ખોરાક પછી અથવા ખોરાકની સાથે સાથે ઠંડુ પીણું પીવાનું પસંદ કરે છે. ત્યારે સુરતમાં એક વાનગી એવી મળે છે જેમાં ફૂડ આઈટમમાં જ ઠંડુ પીણું ભેળવીને અપાય છે.

સોશિયલ મીડિયામાં હાલ સુરતમાં બની રહેલી એક ફૂડ આઈટમ ખૂબ ચર્ચામાં છે. અને એ છે ફેન્ટા ફ્રાય. યુ ટ્યુબ પર એક ફૂડ બ્લોગર દ્વારા સુરતની ઈંડાની આ વાનગીનો વિડીયો મુકવામાં આવ્યો છે જેના પર સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. વોચ ગુજરાત ડોટ કોમ સાથેની વાતચીતમાં લારી ચાલક પ્રતીક મોદીએ જણાવ્યું હતું કે મારા પિતા ગયા ૩૦ વર્ષથી ઈંડા ની લારી ચલાતા હતા અને તેમના રિટાયરમેન્ટ બાદ હું આ ધંધો સાચવું છું 1 વર્ષ પહેલા મારા ત્યાં ગ્રાહક આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ઈંડાની આઇટમમાં તમે મને ઠંડુ પીણું નાખી આપો અને એ ગ્રાહક ના કહેવા પર મેં તેને આ ઈંડા ની આઈટમ બનાવી આપી હતી અને એ ઈંડા ની આઈટમ ખૂબ જ ટેસ્ટી બની હતી ત્યારથી જ આ ઠંડુ વાળી  આઈટમ ખુબ જ પ્રચલિત થઈ ગઈ હતી.

સુરતમાં ઈંડામાંથી ફેન્ટા ફ્રાય બની રહી છે. ઈંડાનું ઓમલેટ બનાવતી વખતે તેમાં ઠંડુ પીણું મિક્સ કરવામાં આવતા સોશિયલ મીડિયાના યુઝર્સ પણ માથું ખંજવાળતા થઈ ગયા છે કે આ કેવી વાનગી છે.  વિડીયો બનાવતા વ્યક્તિ કહે છે કે પાણીની જગ્યાએ ઠંડા પીણાંનો ઉપયોગ કરી રહ્યો છે. યુઝર્સે તેના પર ટિપ્પણી કરતા લખ્યું છે કે આ શું જોઈ લીધું ? અન્ય એક યુઝર્સે લખ્યું છે કે આ વાનગી બનાવનારને સજા થવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું છે કે આ ફૂડ આઈટમ ખાવાના તો સામેથી રૂપિયા મળવા જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud