• કેન્દ્ર પરથી લોકોને હવે સંપૂર્ણ માહિતી મળી શકશે અને તમામ ફરિયાદોનું નિવારણ થઇ શકશે
  • સૌ પ્રથમ આ અભિગમ સુરતના અડાજણ પોલીસ મથકમાં શરુ થશે
  • આ નાગરિક સુવિધા કેન્દ્રને હેલ્પ ડેસ્ક નામ આપવામાં આવ્યું છે.

#Surat - સામાન્ય લોકોને ધ્યાનમાં રાખી પોલીસ સહાયતા કેન્દ્ર શરુ કરવાનો ઉદેશ્ય શું છે, જાણો

WatchGujarat પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે સમન્વય બંધાય અને પોલીસ અંગેની ખોટી માન્યતા દુર થાય તે માટે હવે સુરત પોલીસ એક નવો જ અભિગમ અપનાવવા જઈ રહી છે. પોલીસ મથકમાં લોકોને ધક્કા ખાવા ન પડે અને એક જ જગ્યા પરથી લોકોને તમામ માહિતી મળી રહે તે માટે સુરત પોલીસ હવે પોલીસ સહાયતા કેન્દ્ર શરુ કરશે. #પોલીસ સહાયતા કેન્દ્ર

લોકો સાથે પોલીસના ઘર્ષણ, અને ખાખી પર લાગી રહેલા દાગ, અને લાંચ લેતા અમુક પોલીસકર્મીઓ, આવા અનેક કારણોને લઈને ખાખી હમેશા વિવાદમાં રહી છે. પરંતુ કહેવાય છે ને કે એક કેરી બધી કેરીઓને ખરાબ કરે. આવુ જ કાંઇક પોલીસ સાથે પણ બને છે. અમુક લાંચિયા પોલીસ કર્મીઓ ને કારણે પોલીસ સ્ટાફ બદનામ થાય છે. આ ઉપરાંત પોલીસ મથકમાં લોકોને વારંવાર ધક્કા ખાય છે. તેઓની ફરિયાદ લેવાતી નથી, તેમજ પોલીસ ફરીયાદી સાથે તોછડાઈ ભર્યું વર્તન કરે છે આવી અનેક ફરિયાદો સમયાંતરે ઉઠ્યા કરે છે.

#Surat - સામાન્ય લોકોને ધ્યાનમાં રાખી પોલીસ સહાયતા કેન્દ્ર શરુ કરવાનો ઉદેશ્ય શું છે, જાણો

પરંતુ હવે આ બધી સમસ્યાનો ઉકેલ આવવા જઈ રહ્યો છે. સુરત પોલીસ હવે અનોખો અભિગમ અપનાવવા જઈ રહી છે. સુરત પોલીસ હવે પોલીસ સહાયતા કેન્દ્ર શરુ કરશે. જ્યાંથી લોકોને હવે સંપૂર્ણ માહિતી મળી શકશે અને તમામ ફરિયાદોનું નિવારણ થઇ શકશે. સુરતમાં સૌ પ્રથમ આ અભિગમ સુરતના અડાજણ પોલીસ મથકમાં શરુ થશે. આવતી કાલે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર આ લોક સહાયતા કેન્દ્રની મુલાકત લેશે. આ નાગરિક સુવિધા કેન્દ્રને હેલ્પ ડેસ્ક નામ આપવામાં આવ્યું છે. પોલીસ મથકમાં લોકો પહોચે તે પહેલા આ હેલ્પ ડેસ્કની મુલાકત લઇ શકશે. જ્યાંથી લોકોને પી.આઈ. થી લઈને તમામ પોલીસકર્મીઓનો નબર તેમજ માહિતી મહી રહેશે. #પોલીસ સહાયતા કેન્દ્ર

આગામી દિવસોમાં તબક્કાવાર તમામ પોલીસ મથકમાં આ હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવશે. હાલ તેની શરૂઆત અડાજણ પોલીસ મથકથી કરવામાં આવી છે. આ હેલ્પ ડેસ્ક શરુ થતા લોકોને ફરિયાદ નોંધાવવાથી લઇ તમામ માહિતી સરળતાથી મળી શકશે. અને પોલીસ અને લોકો વચ્ચેનો સમન્વય પણ ગાઢ બનશે.

More #પોલીસ #Surat #purpose #police #helpdesk #center for #general public #Gujarati news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud