• સુરત પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષના તમામ કોર્પોરેટરને જેલ ભેગા થવુ પડશે
  • શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપ પાર્ટીના એક ઉમેદવારની હાર થતાં ભારે હોબાળો મચ્યો હતો.
  • સુરતની મુલાકાત આવેલા મનીષ સીસોદીયાએ કહ્યું ભાજપ સત્તાનો દુરઉપયોગ કરી અમારા કોર્પોરેટરોને હેરાન કરી રહીં છે.
Gujarat, Surat Palika Compalints Against AAP Corporators
Gujarat, Surat Palika Compalints Against AAP Corporators

WatchGujarat. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં ભારે હોબાળો મચ્યો હતો અને સભા ખંડમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવને લઈને આપ પાર્ટીના કોર્પોરેટરો અને ઉમેદવાર સહિત કુલ 29 લોકો સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોધાયો છે

સુરત મહાનગર પાલિકાની સભાખંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ચુંટણી દરમ્યાન આમ આદમી પાર્ટીનો એક ઉમેદવારની હાર થઇ હતી. જેને લઈને સભા ખંડમાં ભારે હોબાળો મચી ગયો હતો. એટલું જ નહી અહી તોડફોડ પણ થઇ હતી. જેને લઈને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી. આ ચુંટણીના પરિણામમાં આરોપ પ્ર્તીઆરોપનો દોર પણ ચાલ્યો હતો.  આ પરિણામમાં આપ પાર્ટીના એક ઉમેદવારની હાર થઇ હતી. અને ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પાલિકાના ઇતિહાસમાં આ પહેલી ઘટના એવી બનશે કે જેમાં એકસાથે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ જેલભેગા થવું પડશે. પોલીસ ગમે તે ઘડીએ તમામ કોર્પોરેટરોની ધરપકડ કરી શકે છે.

આ બાબતે જ્યારે આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ સુરતની મુલાકાતે હતા ત્યારે પત્રકારો દ્વારા તેમને પોતાની પાર્ટીના 27 કોર્પોરેટરો પર પોલીસ ફરિયાદ થઈ છે તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરીને અમારા કોર્પોરેટરોને ખોટી ફરિયાદો કરીને આપ ના કોર્પોરેટરોને હેરાન કરી રહી છે અમે લોકો નું કામ કરવા માટે આવ્યા છે અને તે કરીને રહીશું પછી અમારા પર પોલીસ ફરિયાદો થતી હોય તો થાય તેવુ નિવેદન મનીષ સિસોદિયા દ્વારા આપવામાં આવ્યું હતું..

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud