સુરતના ડીંડોલી નવાગામ પાસે રહેતો મનુકુમાર પ્રસાદ મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે
ગુરુવારે સાંજે 7 કલાકે યુવકે ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલા બ્રીજ પર ચડી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો
ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કરી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક નીચે ન ઉતર્યો
અનેક પ્રયાસો છતાં યુવક નીચે નહિ ઉતરતા ફાયરના જવાનોએ જીવના જોખમે યુવકનું રેસ્ક્યુ કર્યું
[caption id="attachment_1225258" align="aligncenter" width="1280"] Gujarat, Surat Fire Department Saved from Dindol Bridge, Surat[/caption]
Watchgujarat. સુરતના ડીંડોલી ખાતે આવેલા બ્રીજ પર એક યુવાન આપઘાત માટે ચડી ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગે યુવકને સમજાવી નીચે ઉતારવાના અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ યુવક નીચે ઉતર્યો ન હતો. જેથી ફાયર વિભાગે પુલ ઉપરના ભાગથી દોરડાની મદદથી પીલ્લર પર જઈને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું
https://youtu.be/aTe88AcmnTE
સુરતના ડીંડોલી નવાગામ પાસે રહેતો મનુકુમાર પ્રસાદ મજુરી કામ કરે છે. ગુરુવારે સાંજે 7 કલાકે યુવક ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલા બ્રીજ પર ચડી ગયો હતો. અને આપઘાતનો પ્રયાસ કરતો હતો. આ યુવકને જોઈ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ યુવક ગુરુવારે મોડી રાત્રે બ્રિજના પિલર પર ચડી જતાં ફિલ્મી દૃશ્યો જેવો માહોલ સર્જાયો હતો. ફાયર અને પોલીસ દ્વારા સૌ પ્રથમ યુવકને સમજાવી નીચે ઉતારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક માન્યો ન હતો એટલું જ નહી ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કર્યો હતો. અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક નીચે ઉતર્યો ન હતો.
બ્રીજના પીલ્લર પર ચડી રેક્સ્યું કરાયું
અનેક પ્રયાસો છતાં યુવક નીચે નહિ ઉતરતા ફાયરના જવાનોએ જીવના જોખમે યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયરના જવાનોએ બ્રિજની ઉપરના ભાગે દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયરના જવાનોએ યુવાનને બચાવ્યો હતો. લગભગ પાંચ કલાકની જહેમત બાદ રાત્રે સાડાબાર કલાકે ફાયર ટીમે રેસ્ક્યૂ કરી યુવાનને બ્રિજ પરથી સહી સલામત નીચે ઉતારી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આખી ઘટનાનો વીડિયો બની જતાં તે વિડીયો પણ સામે આવ્યો છે.
યુવક નશામાં હતો
આ સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે ડિંડોલી બ્રિજ પર ચઢી જનારો યુવાન મનુકુમાર નશામાં હતો અને કામ પરથી આવ્યા બાદ ઊંઘ આવતી હોવાને કારણે અને કોઈ હેરાન નહીં કરે એ ઇરાદે બપોરે 3 વાગે જ બ્રિજ પર ચઢીને સંતાઈ ગયો હતો. ત્યાર બાદ સાંજે 7 વાગે નાટક કરતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘણી મહેનત બાદ મધરાત્રે એક વાગે ફાયર સ્ટાફ ક્રેનની મદદથી તેને નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. મનુકુમારે જણાવ્યું હતું કે બ્રિજ પર તે ફસાઈ ગયો હતો. મારી ઈચ્છા થઈ એટલે હું બ્રિજ પર ચઢી ગયો હતો.