• અપૂરતી ફાયર સુવિધાને કારણે ફાયર વિભાગે અગાઉ પણ નોટીસ આપી હતી
  • નોટીસ બાદ પણ ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરતા આખરે ફાયર વિભાગે દુકાનોને સીલ મારી દીધી

WatchGujarat સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેડમાં આવેલી 392 જેટલી દુકાનોને ફાયર વિભાગે સીલ મારી દીધી છે. અપૂરતી ફાયર સુવિધાને કારણે ફાયર વિભાગે અગાઉ પણ નોટીસ આપી હતી. નોટીસ બાદ પણ ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરતા આખરે ફાયર વિભાગે દુકાનોને સીલ મારી દીધી છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગના મોટોએ બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફાયર સેફટીને લઈને ફાયર વિભાગે સુરતમાં લાલ આંખ કરી છે. અને ફાયર સેફટી ન હોય તેવી મિલકતોને નોટીસ આપવામાં આવી રહી છે. નોટીસ બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા આખરે સીલ મારવાની કામગીરી શરુ કરી દીધી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેડમાં આવેલી 392 જેટલી દુકાનોને ફાયર વિભાગે સીલ મારી દીધી છે. કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ ફાયર વિભાગે આ કોમ્પ્લેક્સને સીલ મારી દીધું હતું.

અગાઉ પણ સીલ મારવામાં આવ્યું હતું : બાંહેધરી આપતા સીલ ખોલાયું હતું

પરંતુ બાહેધરી આપતા ફાયર વિભાગે સીલ ખોલ્યું હતું. પરંતુ બાંહેધરી બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ફાયર વિભાગે પુનઃ 3 નોટીસ આપી હતી. પરંતુ નોટીસ બાદ પણ અહી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ન હતી. જેથી ફાયર વિભાગે આખરે લાલ આંખ કરી કોમ્પ્લેક્સમાં આવેલી 392 જેટલી દુકાનોને સીલ મારી દીધું હતું. 5 અધિકારી અને 28 ફાયર જવાનો દ્વારા મોડી રાતે આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને આખરે દુકાનોને સીલ લાગી જતા દુકાન માલિકો દોડતા થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud