• સુરતના યોગી ચોકમાં રહસ્ય પમાડે તેવી ઘટના સામે આવી
  • પાર્ક કરેલી આગમાં અચાનક આગ લાગતા કાર ભડ ભડ બળી
  • આગ પર કાબુ લેવા માટે ફાયર વિભાગે કામગીરી શરૂ કરી પરંતુ ત્યાં સુધી કાર ખાખ થઇ ચુકી હતી

Watchgujarat. સુરતના યોગીચોક વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગી ગયી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગમાં કાર બળીને ખાખ થઇ ગયી હતી.

સુરતના યોગીચોક વિસ્તારમાં એક પાર્ક કરી મુકી રાખેલી કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંર્પૂણ બળીને ખાખ થઇ ગયી હતી. કાર આઈ-10 સ્પોર્ટ મોડલ હતું. જેનો નંબર (GJ5JR6820) અને એના માલિક ભરત પોપટ દેવાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ

મળતી માહિતી મુજબ કાર માલિક ભરત પોપટ દેવાણી ત્યાં આવેલી હોસ્પીટલમાં સબંધીના ખબર અંતર પૂછવા આવ્યા હતા. તે વેળાએ કારના બોનેટમાં આગ લાગી ગયી હતી. કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે,  કોલ લગભગ સવારે 7:32 નો હતો. માહિતી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી સળગતી કારની આગને કાબૂમાં લીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud