• સુરતના મોટા વરાછાના લાંચિયા ફાયર ઓફિસર બેટર સોલંકી લાંચ લેતા ઝડપાયો
  • ખાનગી વ્યક્તિ દ્વારા લાંચની રકમ સ્વિકારતો હતો
  • લાંચ રૂશવત વિરોધી શાખાએ ખાનગી વ્યક્તિને લાંચની રકમ સ્વિકારતા ઝડપી પાડી બન્નેની અટકાયત કરી
ફાયર ઓફિસર બેચર સોલંકી અને ખાનગી વ્યક્તિ સચિનભાઈ અરજણભાઈ ગોહિલ
ફાયર ઓફિસર બેચર સોલંકી અને ખાનગી વ્યક્તિ સચિનભાઈ અરજણભાઈ ગોહિલ

WatchGujarat. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ માં ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે અગાઉ પણ સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે વધુ એક વખત ફાયર વિભાગની ગરિમાને લાંછન લગાવે તેવો એક બનાવ બન્યો છે. જેમાં એક ફાયર ઓફિસરની લાંચના ગુનામાં એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કોમર્શિયલ શોપિંગ સેન્ટરની ફાયર સેફટી માટે એન.ઓ.સી રીન્યુ કરાવવા સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફ્ટી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જેથી ફાયર ઓફિસર બેચરભાઈ સોલંકીએ ફરિયાદીને બોલાવીને ઝડપથી એન.ઓ.સી મેળવવું હોય તો વ્યવહારના 30,000 આપવા પડશે તેવું જણાવ્યું હતું. અને અન્ય એક આરોપી સચીન ગોહિલ સાથે ઓળખાણ કરાવી હતી અને તેને વ્યવહારના રૂપિયા 30000 આપવાનું જણાવ્યું હતું.

ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરીને એસીબી નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકામાં સચિન ગોહિલ ફરિયાદી સાથે વાતચીત કરીને ફાયર ઓફિસર ના કહેવા પ્રમાણે લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. અને તેઓ એકબીજાની મદદગારીથી આ ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. એસીબી દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના બાદ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ માં ફાયરસેફટી માટે એનઓસી મેળવવા જરૂરી કરી દેવામાં આવ્યું છે. જેનો આર્થિક લાભ લેવા માંગતા આ ફાયર ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners