• જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC) દ્વારા દેશનું પ્રથમ ઓકશન હાઉસ તૈયાર કરાયુ
  • અંદાજે 4 કરોડના ખર્ચે 2200 સ્કેવરફૂટ વિસ્તારમાં તે નિર્મિત કરવામાં આવ્યું છે
  • ભારતનું પ્રથમ ઓક્શન હાઉસ હોવાના લીધે સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અથવા વિશ્વનો કોઈ પણ વેપારીનો તેનો ઉપયોગ કરી શકશે
  • અહિંયા નાના વેપારીઓ કંપનીઓ પાસેથી રફ ડાયમંડની ખરીદી પણ કરી શકશે, 16 ઓગસ્ટે થશે ઉદ્ઘાટન
પ્રતિકાત્મક તસ્વીર

WatchGujarat. સુરતના હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક ખુશખબર આવી છે. તમને જણાવી દઈએ કે સુરતમાં નાના વેપારીઓ અને નાના જવેલર્સોને પોતાની પ્રોડક્ટની હરાજી કરવા માટે ઓક્શન હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આગામી 16 ઓગસ્ટે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દેશનું પ્રથમ ઓકશન હાઉસ છે. જેનું અંદાજે 4 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC) દ્વારા સુરતના હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે આ ઓક્શન હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2200 સ્કેવરફૂટ વિસ્તારમાં તે નિર્મિત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ભારતનું પ્રથમ ઓક્શન હાઉસ હોવાના કારણે માત્ર સુરત નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરો અથવા વિશ્વનો કોઈ પણ વેપારીનો તેનો ઉપયોગ કરી શકશે. મહત્વનું છે કે અહિંયા હરાજી ઉપરાંત નાના વેપારીઓ કંપનીઓ પાસેથી રફ ડાયમંડની પણ ખરીદી શકશે. તમને જણાવી દઈએ કે આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે. જેમાં અંદાજે રૂપિયા 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC)ના જણાવ્યાં અનુસાર, આ ઓકશન હાઉસમાં સરકારી નિયમો મુજબ રફ, પોલિશ્ડ ડાયમંડ, જેમ્સ સ્ટોન અને જ્વેલરીની ખરીદી, વેચાણ અને હરાજીની પ્રકિયા કરી શકાશે. આ ઉપરાંત સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ ઓક્શન હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકે છે.

તમને જણાવી દઈએ કે આ ઓક્શન હાઉસમાં લોકલ માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તો તે પણ પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. ઉલ્લેખનીય છે કે આ કારણે મોટી માઈનર કંપનીઓ પણ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં આવશે. ઉપરાંત નાની કંપનીઓ આ ઓક્શન હાઉસનો લાભ મેળવી શકશે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી વેપારીઓ દ્વારા હોટલો ભાડે રાખી તેમાં ઓક્શન કરવામાં આવતું હતું. મહત્વનું છે કે સુરતમાં ઘણી કંપનીઓ હરાજી કરવા આવતી હતી. જેના માટે શહેરની મોટી હોટલોમાં આયોજનો થતા. પરંતુ આ હોટલોમાં સિક્યોરટી અને લોકરની સુવિધા ન હોવાથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નોંધનીય છે કે આ ઓક્શન હાઉસના નિર્માણથી હવે આ મુશ્કેલીઓ દૂર થશે. સાથે સૂરતના હિરા-ઝવેરાતના વેપારીઓને પૂરતી સુવિધા પણ મળશે.

ઓક્શન હાઉસની ખાસિયતો

– કોન્ફરન્સ રૂમનું નિર્માણ કરાયું

– હરાજી માટે નવરત્ન ગેલરીની સુવિધા ઉભી કરાઈ

– સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેઈફ ડિપોઝિટ વોલ્ટનું નિર્માણ કરાયું

– 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે આપણાં દેશમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે માત્ર ત્રણ જ એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ(GJEPC)નો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહના હસ્તે આગામી 16 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ ઓક્શન હાઉસના નિર્માણથી સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud