• જાતિ પરિવર્તન કરીને આ માટેનું પ્રમાણપત્ર મેળવી ખુમારી સાથે જીવવાનો કાયદો કેન્દ્ર સરકારે 2019 માં પસાર કર્યો
  • સુરતના સંદીપે અલીશા બનવા માટે ત્રણ સર્જરી કરાવી, ડોક્યુમેન્ટેશની કામગીરી પુર્ણ કર્યા બાદ જાતિ પરિવર્તનના પ્રમાણ પત્ર માટે એપ્લાય કર્યું
  •  સુરતની અલીશા પટેલને ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમનનું ઓળખકાર્ડ આપવામાં આવ્યું

WatchGujarat. સુરતમાં રહેતા સંદીપને નાનપણથી જ કાર કે બાઇકને બદલે ઢીંગલીઓ પસંદ હતી. તેની લાગણીઓ અને સ્વભાવ, વર્તન અદ્દલ છોકરીઓ જેવું જતું. સ્ત્રી સહજ સ્વભાવ રાખતા સંદીપને પહેલા તો ડર લાગ્યો કે આવું તેની સાથે જ કેમ થયું છે ? શું તેની કોઈ ભૂલ થઈ છે કે ઇશ્વરે તેને આવો બનાવ્યો ?

આ વાતથી પહેલા મનોમન મૂંઝાઈ રહેલા સંદીપે બાદમાં આ વાતની જાણ તેના પરિવારજનોને કરી. પરિવારના સભ્યોએ પણ સંદીપને જાકારો આપવાને બદલે તે જેવો છે તેને તેવો સ્વીકારી લીધો. ત્યારથી સંદીપમાં હિંમત અને આત્મવિશ્વાસ વધ્યો કે તે જેવો છે તેવો રહેવામાં હવે તેને કોઈ હતાશા થઈ નહિ.

2019માં સરકાર દ્વારા કાયદો બહાર પાડવામાં આવ્યો હતો કે જાતિ પરિવર્તન કરીને આ માટેનું પ્રમાણપત્ર મેળવીને પણ ખુમારી સાથે જીવી શકાય છે. પછી શું થવાનું હતું ? સંદીપે નક્કી કરી લીધું કે હવે તે આ બાબતને લોકો અને સમાજ સામે છુપાવશે નહિ. પોતે એક પુરુષ નહિ પણ સ્ત્રી બનીને જીવશે એ વિશ્વાસ સાથે તેણે 3 સર્જરીઓ કરાવી અને તે બાદ ડોક્યુમેન્ટ ભેગા કરીને તેણે જાતિ પરિવર્તનના પ્રમાણપત્ર માટે એપ્લાય કર્યું.

સંદીપમાંથી હવે આલીશાનો જન્મ થયો છે. અને આ વાતનું પ્રમાણપત્ર તેને બીજા કોઈ નહિ પણ સુરત જિલ્લા કલેકટરના હસ્તે આપવામાં આવ્યું છે. સુરતની અલીશા પટેલને ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમનનું ઓળખકાર્ડ આપવામાં આવ્યું છે.

39 વર્ષીય અલીશા પટેલ ડિપ્લોમા એન્જીનીયરીંગ કરી ચુકી છે અને હવે તે સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે. તેનું માનવું છે કે માત્ર કાગળ પર જ નહીં સમાજ અને લોકો ટ્રાન્સ જેન્ડરને સ્વીકારે અને અન્ય સામાન્ય વ્યક્તિની જેમ જ સ્વીકારે તે વધારે જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud