Watchgujarat. સમગ્ર વિશ્વમાં આજે કુદરતી જંગલો કરતા કોંક્રિટના જંગલો નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને તેની માઠી અસર કુદરતી રીતે પર્યાવરણનું ચાલી રહેલ ચક્ર ઉપર વર્તાઈ રહ્યું છે.આજે પ્રતિદીન કુદરતી જે આપદાઓ આવી રહી છે. તેની પાછળ માનવી દ્વારા પર્યાવરણનું કરાયેલ પતન જ જવાબદાર બની રહ્યું છે.આજે વિશ્વમાં સૌથી વધુ જો કોઈનું પતંન થતું હોય તો તે પર્યાવરણનું જોવા મળી રહ્યું છે. પર્યાવરણને બચાવવા અનેક સામાજીક સંસ્થાઓ લોકો અને સરકાર પોતાની રીતે જુદા જુદા પ્રયાસો કરતી રહે છે.પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં એક અનોખા પર્યાવરણ પ્રેમી જોવા મળ્યા છે.વિશ્વ પર્યાવરણ દિવસ પર આજે તમને એક એક પર્યાવરણ પ્રેમી વિષે વાત કરીશું કે જે દિવસ રાત પર્યાવરણની જાળવણી કરે છે

વીજળી કે પાલિકાના નળ કનેક્શન અને ડ્રેનેજ લાઇન નથી

સુરતના  આભવા ખાતે રહેતા સ્નેહલભાઈએ પોતાનું ઘર પ્રકૃતિની વચ્ચે બનાવ્યું છે. સ્નેહલભાઈ સાવરે ઉઠે કે રાત્રે સુવે ત્યાં સુધી પ્રકૃતિને જે રીતે તેઓ વળગી રહ્યા છે માણી રહ્યા છે ખરેખર તે જોઈને કોઈને પણ એક અદ્ભુત આશ્ચર્ય કરાવી આપે છે. સુરતમાં કોન્ક્રીટના જંગલની વચ્ચે સ્નેહલ ભાઈએ પોતાનું ઘર એવું તૈયાર કર્યું છે જેને જોઈ ને ખરેખર કુદરતની નજીક પહોંચ્યાંનો અનુભવ થાય છે.તમે ક્યાંક ગાઢ જંગલોની વચ્ચે જ રહેતા હોવ તેવી અનુભૂતિ કરાવે છે.આપણે સૌ જાણીએ છીએ કે જંગલમાં વીજળી કે પાલિકાના નળ કનેક્શન અને ડ્રેનેજ લાઇન નથી હોતા.ત્યારે આ ઘર પણ શહેરની વચ્ચે હોવા છતાં તેમાં નથી પાલિકાનું નળ કનેક્શન, નથી ડ્રેનેજ કે નથી વીજ કંપનીનું પાવર કનેક્શન.તેમાં છતાં સ્નેહલ ભાઈએ આ ઘરમાં આ બધીજ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.જીહા તેઓ આ બધી જ સુવિધા પ્રકૃતિ પાસેથી જ મેળવી રહયા છે.એટલે જ આ ઘર બીજા સામાન્ય ઘર કરતા ખૂબ અલગ છે.અને સ્નેહલ ભાઈએ પોતાના ઘરને ઇકો હોમ નામ આપ્યું છે.

180 વેરાયટીના 750 જેટલા  મોટા વૃક્ષો રોપ્યા

સ્નેહલભાઈની આ પાછળ 28 વર્ષની મેહનત જોડાયેલી છે.28 વર્ષ પહેલા તેમણે સુરતના આભવા ગામ ખાતે 4 એકર એટલેકે 16 હજાર સ્કેવર મીટર જગ્યા ખરીદી હતી. 12 હજાર સ્કવેર ફૂટ ઘર બનાવવાની જગ્યા છોડી બાકીની જગ્યામાં જુદા જુદા 180 વેરાયટીના 750 જેટલા  મોટા વૃક્ષો રોપ્યા હતા.અને જુદા જુદા 25 વેરાયટીના ફળોના વૃક્ષ રોપ્યા હતા.સાથે નાનાં નાનાં અસંખ્ય ફુલના અને અન્ય ઝાડો રોપ્યા છે.પ્રકૃતિ પ્રેમને સંતોષવા માટે જાણે એક નાનકડું જંગલ ઉભું કરી દીધું હતું.અને આ જંગલની વચ્ચે તેમને 6 વર્ષ પહેલાં 12 હજાર સ્વેર મીટરમાં ઇકો ફ્રેડલી હોમ તૈયાર કર્યું હતું.

28 વર્ષની મહેનત બાદ ગાઢ બનાવેલા જંગલની વચ્ચે તેમને પોતાનો ઇકો હોમ તૈયાર કર્યું

સ્નેહલભાઈની 28 વર્ષની મહેનત બાદ ગાઢ બનાવેલા જંગલની વચ્ચે તેમને પોતાનો ઇકો હોમ તૈયાર કર્યું.આ ઘરની વિશેષ ખાસિયત એ હતી કે ઘરના ખૂણે ખૂણા માંથી પ્રકૃતિ પ્રેમ છલકાતો હતો.ઘરની બનાવટ જ કરી હતી કે પ્રકૃતિને મણિ શકાય.આ ઘરમાં કુદરતી પ્રાપ્ય વસ્તુઓનો રો ઉપયોગ જ કરવામાં આવ્યા છે. ઘરના જંગલમાંથી મળેલા વાંસના લાકડાઓમાંથી અને વર્ષો જુના ફેકીદેવાયેલા ફર્નિચરના લાકડાનો ઉપયોગ કરી ઘરનું ફર્નિચર બનાવવામાં આવ્યું છે.સાથે ઘરમાં ઓરડાઓની વ્યવસ્થા જ એવી રીતે કરવામાં આવી છે જેથી અહીં કુદરતી હવા ઉજાશ ભરપૂર મળી રહે.અને માત્ર રાતે જ લાઈટ નો વપરાશ કરવો પડે છે.ઘર બનાવ્યું ત્યારથી વીજળી કનેકશન લીધું નથી.સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી ઘરની તમામ વીજળી વાપરવામાં આવે છે.સોલાર પેનલ દ્વારા રોજ 25 કિલોમેગા વોટ વીજળી મળી રહે છે જ્યારે વપરાશ માત્ર 16 થી 18 મેગા વોટ જ થઈ રહ્યો છે. ઘરની બનાવટી જ એ રીતે કરી છે કે જેથી ઉનાળામાં પણ ગરમી થતી નથી અને આજ દિન સુધી એસી લગાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ નથી.સાથે રોજિંદા વપરાશ માટે  સ્નેહલ ભાઈએ ઇલેક્ટ્રોનિકથી વપરાતી કારનો જ ઉપયોગ કરી રહયા છે.

પીવાના પાણી માટે તેમણે પોતાનું જ દેશી આર.ઓ.ફિલ્ટર ઉભું કર્યું

સ્નેહલ પટેલના ઇકો હોમમાં આજ દિન સુધી તેમણે સુરત મહાનગરપાલિકાના નળ કે ડ્રેનેજ કનેક્શન માટે અરજી સુધ્ધા કરી નથી.કારણકે તેઓ સમગ્ર વર્ષ નું પાણી માત્ર ચોમાસાના ત્રણ માસમાં જ એકત્ર કરી રાખે છે.જી હા સ્નેહલ ભાઈ દ્વારા ઇકો હોમમાં એવી વ્યવસ્થા ઊભી કરાઇ છે જેથી વર્ષ દરમિયાન નું વરસાદનું પાણી એકત્ર થઈ જાય છે. 2 લાખ લીટર પાણી એકત્ર થાય તેવી બે મોટી rcc ની ટાંકી બનાવામાં આવી છે.તેજ પાણી ને દેશી પધ્ધતી થી ફિલ્ટર કરી સંગ્રહ રાખવામાં આવે છે.આને આજ પાણીનો પીવાથી લઈ રોજિંદા વપરાશમાં વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.તેમાંથી પણ પીવાના પાણી માટે તેમણે પોતાનું જ દેશી આર.ઓ.ફિલ્ટર ઉભું કર્યું છે. જુદા જુદા 5 માટલા પદ્ધતિથી પાણીને ફિલ્ટર કરાય છે જે વરસાદી શુદ્ધ પાણીને વધુ શુદ્ધ બનાવે છે.આ જ રીતે ગટરનું પણ જોડાણ નથી. તેઓ વેસ્ટ પાણીનો પણ બેસ્ટ ઉપયોગ કરે છે. કપડાં ધોવા માગે વોશિંગ મશીનમાં વપરાતું પાણીનું જોડાણ મકાનની ટોયલેટ ફ્લશ ટેન્કમાં કરવામાં આવે છે.જેથી રોજિંદા વપરાશનો 40 ટકા પાણીનો બચાવ સીધો જ થઈ જાય છે.

પક્ષી માટેના વિશેષ ઘર પણ બનાવી આપ્યા છે

સ્નેહલભાઈ ઉભા કરેલા જંગલમાં પક્ષીઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.વધુ ને વધુ પક્ષીઓ આ જંગલમાં આશરો લઇ શકે તેમને કોઇ અગવડ ન પડે તે માટે તમામ ઝાડ ઉપર પક્ષી માટેના વિશેષ ઘર પણ બનાવી આપ્યા છે.જેથી આજની તારીખે અસંખ્ય જુદા જુદા જાતના પક્ષીઓ તેમના આ માનવ સર્જિત જંગલમાં આવી રહ્યા છે.સ્નેહલભાઈ આ જંગલ ની સાથે ઓર્ગેનિક જુદા-જુદા શાકભાજી ની ખેતી પણ કરી રહ્યા છે અને રોજિંદા વપરાશમાં તેઓ આ જ શાકભાજીનો ખાવામાં ઉપયોગ કરી રહ્યા છે. સ્નેહલભાઈ ના આ ઇકો ફ્રેન્ડલી ઘર અને માનવસર્જિત જંગલને જોવા-માણવા અને શીખવા અનેક લોકો અને યુવાઓ આવી રહ્યા છે.અનેક રિસર્ચ કરનારાઓ પણ આવી રહ્યા છે અને કેટલાક ઘણું શીખી ને જીઈ રહ્યા છે તો કેટલાક ઘણું આશ્ચર્ય પામીને જઈ રહ્યા છે

ઘરના માલિક સ્નેહલ ભાઈ અને હીનાબેન પટેલનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષના કોરોનાના સમયમાં પણ તેમને ઘરની બહારની એક પણ વસ્તુ પર આધાર રાખવો પડ્યો નથી. શાકભાજી, ફળ અને ઔષધિઓ બધી ઘરની આસપાસ જ એવેલેબલ હતી. જોકે તેઓને ક્યારેય કોરોના કે અન્ય બીમારીઓ માટે દવા લેવાનો વારો નથી આવ્યો એ પણ એક નવાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud