• કોરોનાની બીજી વેવ બાદ ફરી એક વાર સુરત એરપોર્ટ મુસાફરોની અવરજવરથી ધમધમવા લાગ્યું
  • સુરત એરપોર્ટ પર કોરોના સમય બાદ પહેલીવાર એક દિવસમાં 2 હજાર જેટલા મુસાફરોની આવનજાવન નોંધાઇ
  • આવનારા દિવસોમાં દુબઇ શાહજહાં ફ્લાઇટ પણ અઠવાડિયામાં એક દિવસ શરૂ થાય તેવું સુત્રોનું જણાવ્યું

WatchGujarat. કોરોનાના કેસો કાબુમાં આવતા હવે જનજીવન થાળે પડી રહ્યું છે. તે જ પ્રમાણે હવે સુરત એરપોર્ટ પણ ધમધમવા લાગ્યું છે. કોરોનાના કારણે પહેલા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાના કારણે ઘણી એરલાઇન્સ કંપનીઓએ મુસાફરો ન મળતા પોતાના ફ્લાઇટ ઓપરેશન પાછા ખેંચી લીધા હતા.

પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો કાબુમાં આવ્યા છે. ત્યારે ફરી એક વાર સુરત એરપોર્ટ મુસાફરોની અવરજવરથી ધમધમવા લાગ્યું છે. તાજેતરમાં જ સુરત એરપોર્ટ ઓથોરિટીએ પણ ટ્વીટ કરીને માહિતી શેર કરીને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર કોરોના સમય બાદ પહેલીવાર એક દિવસમાં 2 હજાર જેટલા મુસાફરોની આવનજાવન નોંધાઇ છે.

ત્યારે બીજા એક સારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે સુરત એરપોર્ટ પર 23 જુલાઈથી બીજા 15 શહેરોને કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. હાલ રોજની 9 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. પણ નવી કનેક્ટિવિટી સાથે રોજની 13 ફ્લાઇટ ઓપરેટ થાય તેવી શકયતા છે.

સુરત એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને જીત હવે ખાનગી એરલાઇન્સ કંપનીઓએ ફરી પોતાના ફ્લાઇટ ઓપરેશન વધાર્યા છે. જે પૈકી દિલ્હીની ફ્લાઇટ ડેઇલી જ્યારે પુણા, હૈદરાબાદ, કોલકાતા, જબલપુર, બેંગલુરુ વગેરેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 થી 4 દિવસ ઓપરેટ થશે.

આમ કોરોના કાબુમાં આવતા હવે ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશને વેગ પકડ્યો છે. આવનારા દિવસોમાં દુબઇ શાહજહાં ફ્લાઇટ પણ અઠવાડિયામાં એક દિવસ શરૂ થાય તેવું સુત્રોનું જણાવવું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud