• પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • મતદારોને રિઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ આદરી
  • પત્ની ચૂંટણીમાં ઉમેદવાર ન હોવા છતાં પતિ કોના માટે દારૂ લાવ્યો તે અંગે તર્કવિતર્ક શરૂ
  • પૂર્વ કાઉન્સિલરનો પતિ કેટલા સમયથી દારૂનો ધંધો કરતો તે અંગે તપાસ થાય તેવી શક્યતા

WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા માટેના કોઈપણ વિકલ્પ છોડતા નથી. ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરના પતિ દારૂ સાથે ઝડપાયા છે. સચિન પોલીસને બાતમી મળી કે, અમર યાદવ નામના ઇસમની દુકાનમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. સચિન પોલીસે અમર યાદવની દુકાને પહોંચતા ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સચિન નગર પાલિકાના માજી કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સચિન પોલીસે સચિન નગર પાલિકાના માજી કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. સચિન પોલીસને મળેલ બાતમીના આધારે અનમોલ નગરમાં આવેલી માજી કોર્પોરેટરના પતિ અમર યાદવની દુકાનમાં દરોડો પાડતા દુકાનમાં છુપાવેલો કુલ રૂ. 37 હજારનો વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.45 હજારની મત્તાનો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો.

દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થો મળી આવતા પોલીસે અમરજીત યાદવની ધરપકડ કરી છે. પોલીસે તેઓની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો શની બોરીવાલ નામના શખ્સે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસને અમર યાદવની દુકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે અમ્ર યાદવની પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. કે, તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ અંગે અનેક તર્ક વિતર્ક

અમર યાદવ પાસે જે દારૂનો જથ્થો પકડાયો છે. તે કોના માટે લાવવામાં આવ્યો હતો. તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિક કોર્પોરેટરના વોર્ડમાં આ દારૂનો જથ્થો વેચવામાં આવવાનો હોય તેવી શંકા પ્રબળ બને છે . અમર યાદવે આ દારૂનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો છે.તે અંગે કોઈ નિવેદન આપ્યું નથી. સ્વાભાવિક છે કે તેમની પત્ની કે પોતે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી નથી. ત્યારે અન્ય કોઈ નેતાના ઇશારે આ દારૂ લાવ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud