• સુરત શહેરમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે
  • બંટી પ્રહલાદ મર્ડર કેસમાં જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો
  • ઉધના ફ્લાય ઓવર બ્રીજના નાકે કનું ટાઈગરની ગેંગ દ્વારા બંટીને આંતરી સરાજાહેર હત્યા કરવામાં આવી
  • બંટી જેના હત્યાના ગુનામાં જેલમાં હતો તેના જ ભાઈએ તેના સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું

WatchGujarat. સુરતના ઉધના ખરવરનગર પાસે આવેલા ખાડી બ્રીજ નજીક હત્યાના ગુનામાં જમીન પર મુક્ત થઈને આવેલા યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે

હત્યાના ગુનામાં જમીન પર છૂટ્યા બાદ હત્યા

સુરત શહેરમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે. ચોરી લુટ ફાટના બનાવો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ઉધના ફ્લાય ઓવર બ્રીજના નાકે કનું ટાઈગરની ગેંગ દ્વારા બંટીને આંતરી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. બંટીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બંટી પ્રહલાદ મર્ડર કેસમાં જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. બંટી જેના હત્યાના ગુનામાં જેલમાં હતો તેના જ ભાઈએ તેના સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

પોલીસે જણાવ્યું હતું કે બંટી બલસાનિયા નામના ઇસમની હત્યા કરવામાં આવી હતી. કનુ ઠારસીંગાર તેના ભાઈની હત્યા ૫ થી 6 વર્ષ પહેલા મરનાર બંટી અને તેના મિત્રએ કરી હતી. જે અદાવતમાં કનુંએ તેના સાગરીતો સાથે મળીને બંટી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજય અને કનુંને પણ ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

હુમલાખોરોને પણ ઈજા

આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે બંટીને આંતરીને હુમલો કરનાર કનું અને તેના સાગરીતોને પણ બંટીએ વળતો પ્રહાર કરતા ઈજાઓ થઇ છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પોલિસના ઉચ્ચા અધિકારીઓ દોડતા થયા હતા અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud