• ભાજપના 600 થી વધારે સભ્યો આપ પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ખળભળાટ
  • ટીકીટ વહેંચી બાદ નારાજ કાર્યકરો પાર્ટીનો સાથ પણ છોડી રહ્યા છે.

WatchGujarat સુરતના પાસોદરા ગામના સરપંચ, 100 પેજ પ્રમુખો, 580 પેજ કમિટી સભ્યો સહિત 600થી વધારે લોકોએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના 600 થી વધારે સભ્યો આપ પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને રાજકીય ગરમાવો જોર શોરમાં છે. બંને પક્ષમાં ટીકીટને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું હતું.અને હવે ટીકીટ વહેંચી બાદ નારાજ કાર્યકરો પાર્ટીનો સાથ પણ છોડી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ભાજપના 600 જેટલા કાર્યકરો આપ પાર્ટીમાં જોડાતા સુરતમાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગોપાલ ઇટલીયાની હાજરીમાં લોકો જોડાયા

આમ આદમી પાર્ટી દ્વારા પાસોદરામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા પણ હાજર રહ્યા હતા. તેઓની હાજરીમાં જ ભાજપના લોકોએ પેજ કમિટીના કાર્ડ ત્યાં જ મૂકી આપ પાર્ટીનો હાથ ઝાલ્યો હતો.

કોણ કોણ જોડાયું ?

  • પાસોદરા ગામના સરપંચ અનિતાબેન વસાણી
  • 100 પેજ પ્રમુખો
  • 580 જેટલા પેજ કમિટી સભ્યો
  • યુવા ભાજપ અગ્રણી લાલજી કયાડા સહિત 600 થી વધુ લોકો આપ પાર્ટીમાં જોડાયા

આપ પાર્ટીએ કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા ?

સુરતમાં આમ આદમી પાર્ટીએ 30 વોર્ડની 120 બેઠકો માટે 114 જ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપંખીયો જંગ ખેલાશે. ત્યારે જનાદેશ શુ આવે છે તે આવનારો સમય બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud