સુરતમાં (Surat) ફીને લઈને અનેક વખત વાલીઓનો વિરોધ સામે આવી ચુક્યો છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ઘરે ઘરે જઈને લોકોને સરકારી શાળાઓ (Government School) અને તેમાંથી મળતા શિક્ષણ અંગે માહિતી આપી રહ્યા છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ખાસ કરીને સ્લમ વિસ્તાર અને મધ્યમ પરિવાર વચ્ચે જઈ રહ્યા છે
કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી પૈસાના લીધે વંચિત ન રહે તે ઉદ્દેશ્યથી શિક્ષકો કામ કરી રહ્યા છે
[caption id="attachment_1222849" align="aligncenter" width="1280"] Gujarat, Surat Announcement For the benefits of Government School[/caption]
Watchgujarat. સુરતમાં ફીને લઈને વાલીઓનો વિરોધ સામે આવી ચુક્યો છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે જયારે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેવા સમયે ફીને લઈને કોઈ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ઘરે ઘરે જઈને લોકોને સરકારી શાળાઓ અને તેમાંથી મળતા શિક્ષણ અંગે માહિતી આપી રહ્યા છે.
https://youtu.be/Y7fQd6oVXX0
ઘરે ઘરે જઈને સરકારી શાળાઓ અંગે માહિતી આપવામાં આવે છે
સુરતમાં ફીને લઈને અનેક વખત વાલીઓનો વિરોધ સામે આવી ચુક્યો છે. તો કેટલીક સ્કુલમાં કોરોનાની મહામારી વચ્ચે પણ તગડી ફી વસુલવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ઘરે ઘરે જઈને લોકોને સરકારી શાળાઓ અને તેમાંથી મળતા શિક્ષણ અંગે માહિતી આપી રહ્યા છે.
શિક્ષકોએ એક ઝુંબેશ શરુ કરી છે
આ બાબતે પાંડેસરા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક ચંદ્રશેખર નિકમે જણાવ્યું હતું કે જુન મહિનાથી શાળાઓ શરુ થઇ ગયી છે. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઘણા બધા વાલીઓ અમને જણાવે છે કે અમારા બાળકો ખાનગી શાળામાં ભણે છે. અને ફી ભરવાના નથી. જેથી અમે એક ઝુંબેશ શરુ કરી છે. જેમાં અમે શેરીઓ જઈને લોકોને સરકારી શાળાઓ અને તેમાં મળતું શિક્ષણ અને સરકારી લાભો અંગે માહિતી આપી રહ્યા છે. અને વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ખાસ કરીને સ્લમ વિસ્તાર અને મધ્યમ પરિવાર વચ્ચે જઈ રહ્યા છે. અને સોસાયટીમાં સ્પીકર લગાવી તેઓના વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓ અને તેમાં મળતા શિક્ષણ અને સરકારી લાભો અંગે માહિતી આપી રહ્યા છે. તેઓનો એક જ હેતુ છે કે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી પૈસાના લીધે વંચિત ન રહે. ત્યારે લોકોએ પણ તેઓની આ મુહિમને બિરદાવી છે.
Gujarat, Surat Announcement For the benefits of Government School