બસોમાં નિયમોની ધજીયા ઉડાવી લોકો ખીચોખીચ બેસી મુસાફરી કરી રહ્યા છે.
સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
WatchGujarat. રાજ્યમાં અને શહેરમાં કોરોનાનું સંક્ર્મણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે GSRTની બસોમાં લોકોની ભારે ભીડનો વિડીયો વાયરલ થયો છે. બસોમાં નિયમોની ધજીયા ઉડાવી લોકો ખીચોખીચ બેસી મુસાફરી કરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. સાથે હવે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. પરંતુ સુરતમાં હજુ પણ નિયમોનું ચુસ્તપણે પાલન નથી થઇ રહ્યું. એક તરફ સુરતમાં બી.આર.ટી.એસ. અને સીટી બસ સેવા બંધ કરવામાં આવી છે. અને લોકો રીક્ષામાં મુસાફરી કરવા મજબુર બન્યા છે.
https://youtu.be/WhLXThmqNqc
તો બીજી તરફ ઉધના બસ સ્ટેન્ડ નજીક GSRTCની બસોનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બસની અંદર બેસવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. બસ મુસાફરોથી ખીચોખીચ ભરાઈ ગયી છે. તેમ છતાં બસની અંદર બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે.
તંત્રએ પણ ન કરી કોઈ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે નિયમોની અહી સરેઆમ ધજીયા ઉડી હતી. તેમ છતા અહી ના લોકો સમજ્યા ના હતા. ના તંત્રએ કોઈ કાર્યવાહી કરી હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો માસ્ક વગર પણ ફરી રહ્યા હતા. ત્યારે આવી બેદરકારી હજુ પણ ભારે પડી શકે છે. સુરતમાં કોરોનાની સ્થતિ કેટલી હદે વણસી છે. તેનાથી સૌ સુરતીઓ વાકેફ છે. ત્યારે આવી બેદરકારી ન રાખવા લોકોને અપીલ કરવામાં આવે છે. તેમજ કોરોનાની સ્થિતિ સામે સંપૂર્ણ તકેદારી રાખે તે હવે ખુબ જ જરૂરી બન્યું છે.