• આઝાદ નગર વિસ્તારમાં રહેતા પંઢાંરે ત્રણ ભાઈઓના માતા-પિતાનું મોત થતા અનાથ બની ગરીબીમાં જીવી રહ્યા હતા
  • વર્ષ 2013માં સૌથી નાનો 16 વર્ષનો તરુણ સંતોષ પંઢાંરે અચાનક ગુમ થઇ ગયો
  • ગુમ થયાના 6 વર્ષ બાદ એક દિવસ અચાનક સંતોષે તેના ભાઈને કોલ કર્યો હતો. અને કહ્યું હતું કે, તે હવે અબ્દુલ્લા બની ગયો
  • ક્રાઈમ બ્રાંચની ટીમ અબ્દુલ્લા બની ગયેલા સંતોષને દિલ્હીથી શોધી લાવી હતી પણ તે 6 મહિના રહ્યા બાદ ફરીથી ઘરેથી ભાગી ગયો

Watchgujarat. ઉતર પ્રદેશ જેવો જ કિસ્સો સુરતમાં પણ જોવા મળ્યો હતો. જેમાં સંતોષ નામનો યુવક અબ્દુલ્લા બની ગયો છે. સગીરાવસ્થામાં ગુમ થયેલા સંતોષે 6 વર્ષ બાદ પોતાના ભાઈઓને ફોન કરીને પોતે ધર્માંતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, સંતોશના ભાઈઓના મતે તેને પ્રલોભન આપીને તેનું ધર્માંતરણ કરાયું હતું.

સુરતના આઝાદ નગર વિસ્તારમાં રહેતા પંઢાંરે ત્રણ ભાઈઓના માતા-પિતાનું મોત થતા અનાથ બની ગરીબીમાં જીવી રહ્યા હતા. દરમ્યાન વર્ષ 2013માં સૌથી નાનો 16 વર્ષનો તરુણ સંતોષ પંઢાંરે અચાનક ગુમ થઇ ગયો હતો. મોટાભાઈઓએ શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો.

ગુમ થયાના 6 વર્ષ બાદ એક દિવસ અચાનક સંતોષે તેના ભાઈને કોલ કર્યો હતો. અને કહ્યું હતું કે, તે હવે અબ્દુલ્લા બની ગયો છે. વાત સાંભળી તેના ભાઈના પગ તળેથી જમીન સરકી ગયી હતી. તેમણે સંતોષને પરત આવી જવા અને મનાવવા ઘણી કોશિશ કરી હતી. પણ સંતોષ સુરત આવવા માંગતો ન હતો. ત્રણ વર્ષ પહેલા બંને ભાઈઓએ પોલીસનું ધ્યાન દોર્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ અબ્દુલ્લા બની ગયેલા સંતોષને દિલ્હીથી શોધી લાવી હતી પણ તે 6 મહિના રહ્યા બાદ ફરીથી ઘરેથી ભાગી ગયો હતો.

તને ખોટી રીતે ફસાવવામાં આવ્યો

સંતોષના ભાઈ દિનેશ પંઢાંરેએ જણાવ્યું હતું કે, હાલમાં સંતોષ બાળકોને ભણાવે છે. મારાભાઈને લલચાવી ફોસલાવી ધર્મતારણ કરાવાયું છે. તેને ખૂબ સમજાવીએ છીએ કે ભાઈ, કામધંધો કર, તને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, પણ તે સમજતો જ નથી.

નોકરી પર લગાવ્યો હતો ત્યાંથી પણ ભાગી ગયો

દિનેશ પંઢાંરેએ જણાવ્યું હતું કે, તે આ બધામા ન ફસાઈ તેના માટે તેને નોકરી પર લગાડવામાં આવ્યો હતો. પરંતુ તે ત્યાંથી પણ ફરાર થઇ ગયો હતો. અને થોડા સમય બાદ ફોન કરી ને કહ્યું કે તેણે ધર્માંતરણ કરી લીધું છે. તે અહિયાં રહેવા જ નથી માંગતો. અમને આજે પણ તેની યાદ ખુબ જ આવે છે. તેનો ફોન આવે ત્યારે આજે પણ તેને સમજાવીએ છીએ કે, આ બધામાં ન પડવા તેને સમજાવીએ છીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud