• સુરતના ડુમસ રોડ પર આવેલી મેપલ લીફ રેસીડેન્સીમાં રહેતા કિરીટભાઈ નથુભાઈ વાઘાણી હીરા વેપારી છે
  • ગત 21 તારીખના રોજ તેઓના ઘરે રસીલાબેન અને સોનું બેન નામની બે મહિલાઓ ઘરકામ માટેના કામ માટે આવી
  • નોકરીના પહેલા જ દિવસે બંને ઘરઘાટી મહિલાઓએ ડ્રોઅરમાં રાખેલા 2 લાખ રોકડા, અલગ અલગ 51 તોલાના સોના ચાંદીના દાગીના મળી કુલ 19.85 લાખની મત્તા ચોરી કરી ફરાર

WatchGujarat. સુરતના ડુમસ રોડ પર આવેલા મેપલ લીફ રેસીડેન્સીમાં રહેતા હીરા વેપારીના ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ઘરકામ કરવા માટે આવેલી બે મહિલાઓ પહેલા જ દિવસે ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 2 લાખની રોકડ મળી કુલ રૂ. 19.85 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયી હતી. આ મામલે હીરા વેપારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

સુરતના ડુમસ રોડ પર આવેલી મેપલ લીફ રેસીડેન્સીમાં રહેતા કિરીટભાઈ નથુભાઈ વાઘાણી હીરા વેપારી છે. ગત 21 તારીખના રોજ તેઓના ઘરે રસીલાબેન અને સોનું બેન નામની બે મહિલાઓ ઘરકામ માટેના કામ માટે આવી હતી. જેથી તેઓને નોકરી પર રાખી હતી. દરમ્યાન નોકરીના પહેલા જ દિવસે બંને ઘરઘાટી મહિલાઓએ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. બંને મહિલાઓ ઘરના કબાટના ડ્રોઅરમાં રાખેલા 2 લાખ રોકડા, અલગ અલગ 51 તોલાના સોના ચાંદીના દાગીના મળી કુલ 19.85 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયી હતી. ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા હીરા વેપારીએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા જેમાં નોકરી માટે આવેલી બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવી હતી. જેથી આ મામલે હીરા વેપારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

પરિવાર ફરીને આવ્યો અને ચોરીની જાણ થઇ

ઉલ્લેખનીય છે કે બંને ઘરઘાટી મહિલાઓ નોકરીના પહેલા જ દિવસે ચોરી કરીને ફરાર થઇ ગયી હતી. પરંતુ તે દિવસે ઘરમાં કોઈને ચોરીની જાણ થઇ ન હતી. પરંતુ પરિવાર ભાવનગર ફરવા ગયો હતો અને ત્યાંથી ફરીને આવ્યા બાદ હીરા વેપારીની પત્નીએ કબાટ ખોલતા તેમાંથી દાગીના ગાયબ હતા. જેથી તેઓએ આ મામલે તપાસ કરી હતી. બંને મહિલાઓ કબાટમાંથી સોનાની 9 ચેઈન, ડાયમંડ ઝડીત કડું, સોનાની બુટી, વીટી, સોનાનું બે નંગ પેન્ડલ અને રોકડ મળી લાખોની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયી હતી. આ મામલે હીરા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી  છે. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud