• વાઇરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ નજરે પડ્યો
  • દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશેઃ સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ
  • વીડિયોમાં છથી સાત જેટલા લોકો દારૂની પાર્ટી કરતા નજરે પડે છે.

WatchGujarat – શહેરના ઓલપાડના ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે. જયારે જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવતા નજરે પડી રહ્યા છે. સમગ્ર વીડિયોના આધારે સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે તમામને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દરિયા કિનારે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. શહેરના ઓલપાડના ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીનો આ વિડીયો છે. 26 જાન્યુઆરીના રોજ સાયણના ઈન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના દભારી ગામે દરિયાકિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી, જેનો વીડિયો વાઈરલ થયો છે.

વીડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાનો છે. દારૂના ગ્લાસ આપતી વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ હોવાની ચર્ચા છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયાકિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠૂમકા લેતા હતા.

વિડીયો વાયરલ થતા દારૂબંધીની પોલ ખુલી

દરિયા કિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી. જેનો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે ગુજરાતમાં કેવી દારૂ બંધી છે તેની પોલ ઉઘાડી પડી છે. આ ઉપરાંત દરિયા કિનારે જાહેરમાં પાર્ટી થતા સુરક્ષા અને કાયદાની ધજીયા પણ ઉડી હતી.

વીડિયોમાં દેખાતા તમામ હોમગાર્ડ જવાનોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે

સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે હા, આવો વીડિયો મારી સામે આવ્યો છે. સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ પણ નજરે પડી રહ્યો છે. આજે વીડિયોમાં દેખાતા તમામ લોકોને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે ઓલપાડ પોલીસ શું કાર્ય કરે છે તે બાદ અમે કાર્યવાહી કરીશું હાલ વીડિયોમાં દેખાતા તમામ હોમગાર્ડ જવાનોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud