• સુરતમાં વધુ એક વખત હનીટ્રેપની ઘટના સામે આવી
  • રત્નકલાકારને મંજુ નામની મહિલાએ શરીર સબંધ બાંધવા નંબરની આપ લે કરી, ત્યાર બાદ શારીરીક સંબંધ બાંધવા બોલાવ્યો
  • રત્નકલાકાર રૂમમાં ગયો અને અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપીને રૂ. 3 લાખ પડાવી લીધા
  • મિત્રએ હિંમત આપતા રત્નકલાકારે ફરિયાદ નોંધાવી

WatchGujarat. સુરતમાં એક રત્નકલાકારને મહિલાએ શરીર સબંધ બાંધવા બોલાવ્યો હતો અને બાદમાં તેની પાસેથી 1 હજાર રૂપિયા લઈ રૂમમાં મોકલ્યો હતો. રત્નકલાકાર જેવો રૂમમાં પહોંચ્યો કે ત્યાં 4 ઇસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને બાદમાં રત્નકલાકારને માર મારી ધાક ધમકીઓ આપી 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ સંદર્ભે રત્નકલાકારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં વધુ એક વખત હનીટ્રેપની ઘટના સામે આવી છે. અને આ વખતે એક રત્નકલાકાર ભોગ બન્યો છે. સુરતમાં રહેતા એક રત્નકલાકારને મંજુ નામની મહિલાએ શરીર સબંધ બાંધવા નંબરની આપ લે કરી હતી.  દરમ્યાન 5મી ઓગસ્ટના રોજ રત્નકલાકારને મંજુ નામની મહિલાએ ફોન કરી શરીર સબંધ બાંધવા બોલાવ્યો હતો.  રત્નકલાકાર પુણા ખાતે આવેલી વિક્રમનગર સોસાયટી પાસે ગયો હતો. જ્યાં મંજુ નામની મહિલા તેને મળી હતી તે રત્નકલાકાર પાસેથી 1 હજાર રૂપિયા લઈને બીજી મહિલા સાથે રૂમમાં મોકલ્યો હતો. રત્નકલાકાર મહિલા સાથે રૂમમાં પહોંચતા જ ત્યાં રૂમમાં અજાણ્યા 4 ઈસમો ઘુસી આવ્યા હતા.

પોલીસ તરીકેની ઓળખ આપી હતી

રૂમમાં ઘુસી આવેલા 4 લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને બાદમાં યુવકને માર મારી હાથકડી પહેરાવી દીધી હતી. બાદમાં કેસ ન કરવો હોઉં તો 5 લાખની માંગણી કરી હતી

3 લાખ રૂપિયા પડાવી થયા ફરાર

રત્નકલાકાર પાસે 5 લાખની માંગણી કરતા તેણે પોતાની પાસે આટલા રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું જો કે આખરે રત્નકલાકારે પોતાના મિત્રો પાસેથી 3 લાખ રૂપિયા મેળવી આરોપીઓને આપી દીધા હતા

મિત્રને વાત કરતા હિંમત આપી

આ સમગ્ર બનાવ બાદ રત્નકલાકાર હેબતાઈ ગયો હતો. અને આ અંગે તેણે મિત્રને વાત કરી હતી. જો કે મિત્રએ હિંમત આપતા રત્નકલાકારે ભારતી,  હિરલ ઝાલા અને મંજુ તથા 4 પોલીસના રૂપમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud