2થી 3 ઇનોવા અને ફોર્ચ્યુનર જેવી લકઝૂરીયસ કારમાં 20 થી 25 અસામાજીક તત્વોનુ ટોળુ દંડા, બેટ અને ધારધાર હથિયાર સાથે પહોંચી હોટલમાં ભારે તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું
કેટલાક શખ્સોએ હોટલની બહારથી કાચ પર પત્થર મારી આખી હોટલના કાંચ તોડી નાખ્યાં
અસામાજીક તત્વોનો આતંક કેમેરામાં કેદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી
ધવલ અકબરી મોટા મોટા હોર્ડિંગ માર્યા હતા.
ટોળાએ હોટલમાં તોડફોડ કરી ડ્રોવરમાંથી રોકડ રકમની પણ લુંટ ચલાવી હતી
Watchgujarat. સુરતના પલસાણા હાઇવે પર આવેલી J D HOTEL માં ધોળા દિવસે લકઝુરીયસ કારમાં આવેલા 30થી વધુના ટોળાએ ભારે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરતના ધવલ અકબરી નામના શખ્સે અંગત અદાવત રાખી તેના સાગીરતો સાથે હોટલમાં તોડફોડ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાના વિડિઓ સામે આવતા પોલીસ દોડતી થઇ છે.
https://youtu.be/DAhTKHHuNDE
પલસાણા હઇવે પર આવેલી જે.ડી હોટલમાં આજે ધોળે દિવસે લકઝુરીયસ કારમાં ઘસી આવેલા ટોળાએ દંડા, પાઇપ, બેટ વડે ભારે તોડફોડ કરી હતી. ટોળા દ્વારા હોટલ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જેમાં હોટલની બહારના ભાગે આવેલા કાંચ પર પત્થરો મારી હોટલને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ. ટોળાએ હોટલમાં તોડફોડ કરી કાઉન્ટરમાંથી રોકડ રકમની પણ લુંટ ચલાવવામાં આવી હોવાનુ હોટલ સંચાલક દિલીપ રાજપુતે જણાવ્યું છે.
સમગ્ર ઘટના અંગે જે.ડી હોટલના સંચાલક દિલીપ રાજપુતએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ધવલ અકબરી નામનો વ્યક્તિ 18 વર્ષથી નાની મરની છોકરીને લઇને હોટલમાં આવ્યો હતો. હોટલમાં તેણે રૂમ માંગ્યો પણ છોકરીની ઉંમર નાની હોવાથી રૂમ આપવામાં આવ્યો ન હતો. જેથી ધવલ અકબરીએ આ ક્રત્યુ કર્યો હોવાનુ હોટલ સંચાલક દિલીપ રાજપુતે આક્ષેપ કર્યો છે.
જ્યારે બીજી તરફ થોડા દિવસો પહેલા ધવલ અકબરી દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, જે.ડી હોટલમાં ગોરખ ધંધા ચાલી રહીં છે. જેના માલિક છે દિલીપસિંગ અને તે તેના મળત્યાઓ સાથે મળી ગોરખ ધંધા ચલાવી રહ્યાં છે. આવા દુષણને દુર કરવા જોઇએ અને આવી હોટલમાં જતા પહેલા આવી હોટલમાં સાવચેતી રાખજો, ધવલ અકબરી એમ પણ જણાવે છે કે, મેં હોટલ માલિકને ફોન કરી આ બાબતની જાણ પણ કરી હતી.
તેવામાં આજરોજ જે.ડી હોટલમાં બનેલી ઘટનામાં અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનુ સામે આવી રહ્યું છે. જોકે હોટલમાં કરાયેલી તોડફોટ અંગેના વિડિઓ વાયરલ થતાં પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.