• સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં આવેલા હળપતિવાસમાં બુધવારે રાત્રીના સમયે એક મકાન ધરાશાહી થયું
  • મકાન ધરાશાહી થતા એક જ પરિવારના 6 સભ્ય દટાયા
  • તુષારભાઈ નામના ઇસમેં એક બાળકને સમય સુચકતા વાપરી બચાવી લીધો

WatchGujarat. સુરત જીલ્લામાં વધુ એક મકાન ધરાશાહી થવાની ઘટના સામે આવી હતી. ઓલપાડ તાલુકાના એરથાણગામેં એક મકાન ધરાશાહી થયું હતું. જેમાં એક જ પરિવારના 6 લોકો કાટમાળમાં દબાયા હતા તેમજ એક બાળકીનું મોત થયું હતું તો બીજી તરફ 4લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુમાં દીવાલ ધરાશાયી થતાં બાજુનાં અન્ય બે આવાસ પણ તૂટી પડ્યાં હોવાનું જાણવા મળ્યું હતું

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં આવેલા હળપતિવાસમાં બુધવારે રાત્રીના સમયે એક મકાન ધરાશાહી થયું હતું. આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મકાન ધરાશાહી થતા એક જ પરિવારના ૬ સભ્ય દટાયા હતા. જેથી ગામલોકો ત્યાં ઉમટી પાડ્યા હતા. બીજી તરફ ગામવાસીઓએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયરની ટીમ, 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બીજી તરફ 08 પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણેક જણને કાટમાળમાંથી બહાર કાઢીને સાયણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જયારે આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનિતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી, જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

ગામવાસીઓએ જણાવ્યું હતું કે તુષારભાઈ નામના ઇસમેં એક બાળકને સમય સુચકતા વાપરી બચાવી લીધો હતો. બાળકના ધબકારા ધીમે ચાલતા હતા જેથી બાળકને મોઢેથી શ્વાસ આપી સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ મકાન તૂટી પડતા ચિચયાળીથી હળપતિવાસ ગુંજી ઉઠ્યું હતું. લોકો દોડીને મદદે આવતા તમામને બચાવી લેવાયા હતા. જોકે એક બાળકી મોતને ભેટી હતી. જેથી ગામવાસીઓમાં શોકની કાલીમા પણ છવાઈ ગયી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud