• બુધવારે સવારે સાયણ તથા આજુ બાજુના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડીલીવરી કરવામાં આવી હતી
  • સીલીન્ડરની ડિલિવરી બાદ આવેલી રોકડ રકમનો ગોડાઉનમાં હિસાબ થઇ રહ્યો હતો ત્યારે લૂંટારાઓ ત્રાટક્યા

WatchGujarat શહેરના સાયણગામેથી વધુ એક લુંટની ઘટના સામે આવી છે. HP ગેસ કંપનીના ડીલર બુધવારની બપોરે ગ્રાહકોને ગેસ સિલીન્ડરની ડીલેવરી કરી ગોડાઉન પર આવી રોકડ રકમનો હિસાબ કરતા હતા. ત્યારે ગોડાઉન પાછળના ખેતરમાંથી આવેલા 3 લુંટારૂઓએ ડીલરને ચપ્પુ બતાવી બાનમાં લઈને માથામા લાકડીનો ફટકો મારી 38 હજારની લુટ કરી ફરાર થઇ ગયા હતા.

સાયણ ગામ માં HP ગેસ કંપની એજન્સી ધરાવતા ભરતભાઈ ગાંધી ના ત્યાં તેમનો ભત્રીજો મયુર ગાંધી વર્ષોથી ગેસના બાટલા ડીલેવરી આપવાનું કામ કરતો હતો. બુધવારે સવારે સાયણ તથા આજુ બાજુના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડીલીવરી કરી સાંજે 4 વાગ્યાના અરસામાં સાયણ શેખપુર રોડ પર આવેલી ગોડાઉન પર પહોંચ્યો હતો. સીલીન્ડરની ડિલિવરી બાદ આવેલી રોકડ રકમનો હિસાબ કરતો હતો. તે વેળાએ ત્યાં ખેતરમાંથી ૩ બુકાનીધારી ત્યાં આવી પહોચ્યા હતા અને મયુરને ચપ્પુ બતાવી લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી દીધો હતો. ત્યારબાદમાં ત્યાંથી ડીલીવરી પેટે આવેલ રોકડ 28 હજાર અને ગોડાઉનમાં રાખેલી 10 હજાર જેટલી રોકડ રકમ મળી કુલ રોકડ 38 હજારની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા.

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મયુરભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. તેઓની હાલત હાલ સુધારા પર હોવાનું તબીબો પાસેથી જાણવા મળ્યું છે બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરાઈ

લુટની જાણ થતા સાયણ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. અને ગોડાઉનમા લાગેલા સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત ગોડાઉન નજીકથી લુટારુ પોતાની સાથે લઈને આવેલ ચપ્પુ અને લાકડીનો ફટકો મળી આવ્યો છે. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud