• સુરતમાં ગરીબોની વ્યથા વર્ણતો કિસ્સો સામે આવ્યો હતો
  • પતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવા માટે પૈસા નહિ હોવાથી પત્ની અને પુત્ર હોસ્પિટલમાં મદદની વાટ જોતા રહ્યા
  • હાલ પરિજનો અને લાગતા વળગતા દ્વારા મૃતકની પત્નીને આર્થિક સહાય પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

WatchGujarat. ઘરના મોભીના અવસાન બાદ તેના મૃતદેહને પોતાના વતન લઈ જવા માટે એક મહિલા અને તેનો પુત્ર 17 કલાક સુધી મૃતદેહ પાસે જ બેસીને મદદ માટે હાથ લંબાવતો રહ્યો. જોકે 17 કલાક સુધી આ મહિલાની મદદ કરવા વાળું કોઈ સામે ન આવ્યું.

આ વાત છે સુરતની સિવિલ હોસ્પિટલની. જ્યાં મૂળ ઝાંસી ખાતે રહેતા અને હાલ સુરતમાં સંચા ખાતામાં નોકરી કરતા રણજીત ઠાકોર દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. મંગળવારે બપોરે તે દારૂ પીને સુઈ ગયો હતો. પરંતુ તે બાદ તેને ઉઠાડવાની કોશિશ કરતા પણ તે જાગ્યો ન હતો. એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે તેની મોત પાછળનું કારણ સામે આવ્યું નથી.

પતિના મોત બાદ તેની પત્ની મૃતદેહ પાસે જ 17 કલાક સુધી બેસી રહી હતી. તે પતિને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવા માંગતી હતી. પણ તેની આર્થિસ સ્થિતી ન હોવાને કારણે મૃતકની પત્ની અને તેનો પુત્ર નિસહાય હોસ્પિટલમાં મૃતદેહ પાસે બેસી રહ્યા હતા. પરંતુ  સહાય માટે કોઈ આગળ ન આવ્યું. પત્નીનું કહેવું હતું કે, તેના પરિવારનો એકમાત્ર સહારો તેનો પતિ હતો. ઘરના મોભી તરીકે પરિવારની બધી આર્થિક જવાબદારી પણ તેના શિરે હતી. કોરોનાના કારણે તેઓ પહેલાથી આર્થિક ભીંસ અનુભવતા હતા અને હવે પતિનું અવસાન થતાં તેઓ આર્થિક લાચાર થઈ ગયા છે.

પતિના મૃતદેહને વતન લઈ જવા માટે પણ તેમની પાસે રૂપિયા ન હતા. આ જ કારણે તે કલાકો સુધી મૃતદેહ પાસે બેસી રહી પણ કોઈએ મદદનો હાથ પણ લંબાવ્યો નહિ. હાલ પતિના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને હવે તેના મૃતદેહને વતન લઈ જવા માટે અન્ય સબંધીઓની મદદથી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud