યુવાનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.
આપઘાત કરનાર 24 વર્ષીય યુવક પરિવારનો એકનો એક દીકરો હતો
પ્રેમિકાની સગાઈની જાણ થતાં અંતિમ પગલું ભર્યું
WatchGujarat શહેરના જહાંગીરપુરામાં IDFC બેંકના સેલ્સ ઓફિસરે સિલિંગ સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર પવન પટેલ એમએ પાસ થયા બાદ એક વર્ષથી બેંકમાં નોકરી કરતો હોવાનું અને પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ દરમિયાન સાથી વિદ્યાર્થીનીના પ્રેમમાં પાગલ પવનને પ્રેમિકાની સગાઈ અન્ય યુવક સાથે થવાની જાણ થઇ હતી. જેથી પવને પ્રેમિકાની સગાઈના દિવસે જ આપઘાતનો રસ્તો અપનાવી જીવન ટૂંકાવી લીધું છે.
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ આશિષ રો-હાઉસના મકાનમાં 24 વર્ષીય પવન પટેલ માતા સાથે રહેતો હાતો. પવનને એક મોટી બહેન છે. જેના લગ્ન થઈ ગયા હતા અને માતા પોસ્ટલ વિભાગમાં આસિ. ઓફિસર છે. પવને MA નો અભ્યાસ પૂર્ણ કર્યાબાદ છેલ્લા એક વર્ષથી IDFC બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરતો હતો. દરમિયાન શુક્રવારની બપોરે પવન નોકરી પરથી જલ્દી ઘરે આવી ગયો હતો. થોડીવાર બાદ પાડોશીએ દરવાજો ખખડાવ્યો હતો પણ અંદર થી કોઈ ખોલતું ન હતું.
દરમિયાન પડોશીએ બારીમાંથી જોતા પવન સિલિંગ ફેન સાથે લટકતો જોવા મળતા પાડોશીએ બુમાબુમ કરી દીધી હતી અને તાત્કાલિક બારીમાંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી પવનને ખભે ઉપાડી દોરી કાપી નીચે ઉતાર્યો હતો. જોકે, પવનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસને એક યુવાને આપઘાત કરી લીધો હોવાની જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મરનાર પવનના મૃતદેહને પરિવારજનોએ નીચે ઉતારી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, પવને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પવનને કોલેજકાળ દરમિયાન કોઈ યુવતી સાથે પ્રેમ થયો હતો. પરંતુ તે યુવતીની કોઈ અન્ય યુવક સાથે સગાઈ થવા જઇ રહી છે તે વાતની ખબર પડતાં પવને આવું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ શુક્રવારે જ પ્રેમિકાની સગાઈ થવાની હતી. હાલ જહાંગીરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
હાથની નસ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો
પવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા બાદ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ ડો. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પવનના ગળા ઉપર ફાંસાના સીધા નિશાન મળી આવ્યા છે. જ્યારે હાથની નસ કાપવાનો પણ પ્રાયસ કર્યો હોવાના નિશાન મળી આવ્યા છે.