• રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા સોલિડ વેસ્ટ ઉત્પન્ન કરતાં યુનિટોનો સર્વે હાથ ધરતાં આ હકિકત સામે આવી હતી
  • જીએસટીના રજીસ્ટ્રેશન અને જીપીસીબીની પરવાનગી વિના મીલો ચાલુ હોવાની માહિતી સામે આવી
  • પાલિકાના ગુમાસ્તાધારા લાઈસન્સ ન હોવા છતાં આ મિલોને વીજ અને ગેસ કનેક્શન મળ્યા

WatchGujarat. સુરત શહેરની હદમાં ગેરકાયદે 242 જેટલી ડાઇંગ મિલ ધમધમતી હોવાની માહિતી બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ ઉત્પન્ન કરતાં યુનિટોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જીએસટીના રજીસ્ટ્રેશન અને જીપીસીબીની પરવાનગી વગર ચાલતી 242 જેટલી મીલોની હકીકત બહાર આવી છે.
તાજેતરમાં સુરત જિલ્લા ઉધોગ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં મામલતદાર, સુરત મહાનગરપાલિકા, વીજ કંપની, જીપીસીબી, જીએસટી સહિતના સરકારી વિભાગો જોડાયા હતા. આ સર્વે દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સુરતના વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં 242 ગેરકાયદેસર મિલો ચાલી રહી છે. જેની પાસે પાલિકાના ગુમાસ્તાધારા લાયસન્સ ન હોવા છતાં આ મિલોને વીજ અને ગેસ કનેક્શન મળી ગયા છે.

મળતી માહિતી મુજબ કેટલીક મિલોમાં ગેસના બાટલાનો ઉપયોગ કરાતો હોવાની બાબત પણ ધ્યાન પર આવી છે. તેમજ મશીન ચલાવવા માટે કેટલીક મીલ રાંધણગેસનો ઉપયોગ કરી રહ્યા છે. છ કલાક કપડું ડાઇંગ કરવા આઠથી દસ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘણા અંશે જોખમી છે. તેમજ ડાઇંગ મિલમાંથી નીકળતા ગંદાપાણીનો નિકાલ શહેરની ખાડી અને પાલીકાના ડ્રેનેજમાં કરવામાં આવી રહ્યો છે. જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઉપરાંત આ ગેરકાયદેસર મિલોને કારણે કાયદેસર મિલોના શહેરની બહાર સ્થળાંતરની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ સર્વેનો રિપોર્ટ જીઆઇડીસીના એમડી, જીપીસીબી, મનપા કમિશનર, ફેક્ટરી નિરીક્ષક કચેરીને મોકલવામાં આવ્યો છે. વહેલી તકે આ ગેરકાયદેસર મિલો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. આ મિલોના કારણે સુરત શહેરની હદમાં આવેલી 45 ડાઇંગ મિલોને પરવાનગી મળી હોવા છતાં તેના સ્થળાંતરની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud