ચોરી કર્યા બાદ ઝાડીઓમાં સંતાઈ જતી ટોળકીને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આરોપીઓ બંધ મકાનમાં ચોરી કરીને ત્યાંથી જ મોપેડ લઈ અન્ય ચોરીમાં તેનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું
રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને ચોરી કરવાના સાધનો મળી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો
WatchGujarat શહેર નજીક હાઈ વે પર ભાડાનું મકાન રાખી ગૂગલ મેપથી ઝાડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સમયે ચોરીના ગુનાને અંજામ આપતી બંગાળી ગેંગને પોલીસે પકડી પાડીછે. ઝડપાયેલ આંતર રાજ્ય બંગાળી ગેંગના સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 44 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના છ, વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેસનના એક મળી કુલ 10 ગુનાની કબૂલાત કરી છે.
શહેરમાં સતત વધતા જતા ચોરી અને લૂંટના બનાવને નાથવા શહેર પોલીસે તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. ત્યારે પોલીસે આંતર રાજ્ય બંગાળી ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. પોલીસે તસ્કર ટોળકી પાસેથી રોકડા 5400, મોબાઈલ નંગ-6, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપીયા 43,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આંતર રાજ્ય બંગાળી ગેંગના સાગરીતોની પ્રાથમિક પૂછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. આંતર રાજ્ય બંગાળી ગેંગ સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને મોંઘી કાંડા ઘડિયાળ તેમજ ઘરના પાર્કિંગમાં રહેલા મોપેડની ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પકડાયેલા આંતર રાજ્ય બંગાળી ગેંગના આરોપીઓના નામ
મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ.35, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ માઝરીયા, કેસપુર, જિલ્લો મેદનીપુર પશ્વિમ બંગાળ)
મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ.54,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ બડા બજાર કલકત્તા)
હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.30, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ દત્તપુગુર બારાસાત,જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા)
હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.47, વરેલી ગામ,મૂળ સ્વરૂપદાહુ, જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા)
હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.30,વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ)
ગુજરાતમાં 2016થી અત્યાર સુધીમાં 44 ચોરીને અંજામ આપ્યો
પોલીસની પૂછપરછમાં આંતર રાજ્ય બંગાળી ગેંગમાં 10થી 12 જણા છે. અને સન 2016થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં 2, બીલીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરી કરી છે.
બંગાળી ગેંગ ચોરી કર્યા બાદ મકાનમાં જ જમતા અને બીડી પીવાનું રાખતા
ગેંગના સાગરીતો જે બંગ્લા, રો હાઉસને નિશાન બનાવતા હતા ત્યાં ચોરી કર્યા બાદ મકાનમાં રસોડા કે ફ્રિજમાં રહેલ જમવાનું પણ ખાતા અને બીડી પીધા બાદ સવાર સુધીમાં પરત નજીકના ઝાડી ઝાંખરામાં સંતાઈ સવારે નાસી જતા હતા.
સ્કૂલ બેગમાં જ સ્ક્રુ ડ્રાઈવર અને પાના રાખતા હતા
બંગાળી ગેગના ઝડપાયેલા સાગરીતોની પૂછપરછમાં ચોકાવનારી વિગત એ બહાર આવી હતી કે તેઓ બે-બે તથા ત્રણ-ત્રણની જોડી બનાવીને સ્કૂલ બેગમાં સ્ક્રૂ ડ્રાઈવર, રેન્જ ઍકઝેસ્ટ પાનુ, ગણિશિયું અને ટોર્ચ લાઈટ લઈ જ્લ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરી ચોરી કરતા હતા. બાદમાં ટોળકી મકાનમાંથી મોપેડની પણ ચોરી કરતા હતા અને તેને સુરત નજીકના મેઈન બ્રિજની નીચે તથા હાઈ-વે પર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી બીજી વખત ચોરીમાં ઉપયોગ કરતા હતા.
ચોરીનો માલ મુંબઈ-અજમેરમાં સસ્તા ભાવે વેચતા
ટોળકી જે મકાનને ટાર્ગેટ બનાવતી હતી ત્યાંથી હાથ લાગેલ સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મુંબઈ, અજમેર તથા લોકલ સોનીને સસ્તા ભાવે વેચી દેતી હતા અને ત્યારબાદ થોડા સમય માટે પોતાના વતન વેસ્ટ બંગાળ ખાતે નાસી જતા હતા. બે ત્રણ મહિના પછી પરત સુરત આવીને ચોરી કરતા હતા.