વી.આઈ.પી.રોડ પર આવેલા એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી
સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી, જેમાં દલાલોને બેસાડવામાં આવ્યા હતા
પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 5 યુવતિઓ સહિત અનેકની અટકાયત કરી
Watchgujarat. સુરતમાં ખટોદરા પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પ્રદફાશ કર્યો છે. પોલીસે વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં દરોડા પાડી સ્પા સંચાલક, મેનેજર ગ્રાહક અને યુવતીઓ મળી કુલ ૯ જણાની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે વેસુ વી.આઈ.પી.રોડ પર આવેલા એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કુટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. અહીથી પોલીસે સ્પાના ત્રણ સંચાલક, થાઈલેન્ડની પાંચ યુવતીઓ અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતા અને 500 યુવતીને આપતા હતા. હાલ પોલીસે અહીથી ૯ લોકોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા
સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે આ કુટણખાનામાં ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને 500 આપતા હતા. જયારે ૫૦૦ રૂપિયા સ્પા સંચાલક રાખતો હતો. જયારે અહી ગ્રાહકો માટે વિશેષ કેબીન પણ બનાવવામાં આવી હતી. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો.