રહેણાંક વિસ્તારમાં ચાલકા કુટણખાનાને લઇને પરેશાન લોકોએ આખરી મચાવ્યો હલ્લો
જનતા રેડ દરમિયાન સંચાલકને ઘેરાવો કરીને તેનો ઉઘડો લેવામાં આવ્યો
કંટ્રોલરૂમમાં કોલ મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
પુણા પોલીસે ઘરમાં પણ તપાસ કરતા કૂટણખાનું ચાલતું હોય એવા કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા ન હતા
[caption id="attachment_1224769" align="aligncenter" width="1280"] Gujarat, Surat Janta Raid by localites[/caption]
Watchgujarat. સુરતના પુણા વિસ્તારમાં આવેલા શિવરંજની કોમ્પ્લેક્સમાં ચાલતા કુટણખાના પર સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. સ્થાનિકોએ જનતા રેડ કરી ને સંચાલક નો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ મામલે પોલિસને જાણ કરવામાં આવી હતી બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં અંદરો અંદરના ઝગડા માં આ પ્રકારની વાત ફેલાવવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે
https://youtu.be/ROVFlqYe5E0
સુરતના પુણા વિસ્તારમાં શિવરંજની કોમ્પ્લેક્સ આવેલું છે. અહી છેલ્લા કેટલાય સમયથી કૂટણખાનું ચાલતું હતું. જેથી સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈ હતી અને અહી ચાલતા કુટણખાના પર સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. સ્થાનિકોએ જનતા રેડ કરી ને સંચાલક નો ઘેરાવ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ સંચાલકનો ઉધડો લઈ લીધો હતો અને હોબાળો પણ મચાવ્યો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે આવી તપાસ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ ઘરમાં ઘુસીને તપાસ પણ કરી હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસ કંટ્રોલરૂમમાં કોલ મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી
પોલીસ તપાસમાં કઈ બહાર આવ્યું નહિ
કૂટણખાના અંગે પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા ત્યાં તાળું મારેલું હતું. પાડોશમાં રહેતા લોકો અને ફ્લેટમાં રહેતી મહિલાઓ વચ્ચે ઝઘડો થવાને કારણે આ મહિલાને હેરાન કરવા માટે આ પ્રકારની વાત કે કોલ કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.મહિલા ઝઘડા બાદ ઘરની બહાર નીકળતા અકળાયેલા પાડોશીઓએ ફ્લેટને બહારથી લોક મારી દીધું હતું. પુણા પોલીસે ઘરમાં પણ તપાસ કરતા કૂટણખાનું ચાલતું હોય એવા કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા ન હતા. જેથી હાલ તો પોલીસે આ ફ્લેટમાં રહેતી મહિલાનો સંપર્ક કરવાની અને હકીકત શું છે તે શું જાણવા માટેની તજવીજ શરૂ કરી છે.