• આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો જોવા મળતા લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે.
  • ડબરગવાળમાં કોરોનાની પ્રિન્ટ વાળી સોશિયલ ડિસ્ટનસિંગની જાળવણી, માસ્ક પહેરવું ,સેનેટાઈઝર નો ઉપયોગ કરવો આ પ્રકારના પતંગો જોવા મળ્યા

#Surat - સોશિયલ ડિસ્ટનસિંગ,માસ્ક અને કોરોનાની પ્રિન્ટ વાળી પતંગોએ આકર્ષણ જમાવ્યું, જુઓ VIDEO

WatchGujarat વર્ષ 2020માં કોરોનાની અસર દરેક તહેવાર પર જોવા મળી છે. ત્યારે હવે કોરોનાએ પોતાની છાપ મકરસંક્રાંતિના પતંગ ઉપર પણ છોડી છે. આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો જોવા મળ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને કોરોનાની પ્રિન્ટ વાળી પતંગોએ આ વર્ષે આકર્ષણ જમાવ્યું છે. #Surat

છેલ્લા આઠ-નવ મહિનાથી કોરોના ના કારણે કોઈપણ તહેવાર ની ઉજવણી ફિક્કી રહી છે અને તેમાં પણ તહેવારની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર મહત્વનો ભાગ રહ્યા છે. ત્યારે હવે વર્ષ 2021 ના પહેલો તહેવાર મકરસંક્રાંતિમાં પણ કોરોના એ પોતાની છાપ છોડી છે. આ વર્ષે કોરોનાના કારણે પતંગ બજારમાં જ્યાં એક તરફ મંદીનો માહોલ છે. તો બીજી તરફ બજારમાં કોરોનાની છાપ વાળા પતંગોએ એક આકર્ષણ ઉભું કર્યું છે. ડબરગવાળમાં આ વર્ષે કોરોનાની પ્રિન્ટ વાળી, સોશિયલ ડિસ્ટનસિંગની જાળવણી, માસ્ક પહેરવું ,સેનેટાઈઝર નો ઉપયોગ કરવો આ પ્રકારના પતંગો વધુ જોવા મળ્યા હતા. અને લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે. #Surat

વ્યાપારીઓ ના જણાવ્યા અનુસાર આવા પતંગો ના કારણે લોકોને કોરોના અંગે એક મેસેજ પણ પૂરો પાડવામાં આવ્યો છે કે, હજુ પણ કોરોના ગયો નથી. એટલે સોશિયલ ડિસ્ટનસિંગ જાળવો, માસ્ક પહેરો સાથે અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ આવે ત્યારે દરવર્ષે દેશમાં ચાલી રહેલ કરંટ ઇસ્યુ કે માહોલની થીમ પર પતંગો બનતા હોય છે.હાલ દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેવામાં આવનાર ઉત્તરાયણના તહેવારમાં કોરોનાના પતંગ બજારમાં આવ્યા છે.કોરોના વિશે જાગૃતતા આપતા પતંગો આ વર્ષે બજારમાં આવ્યા છે.જે કરંટ ઇસ્યુ મુજબ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે.

More #Kites #social-distance #mask #corona #print #attract #attention #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud