• આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું
  • સુરતના જણીતા ઉધોગ પતી અને વર્ષોથી ભાજપ સાથે ઘરોબો ધરાવતા મહેશ સવાણી આપ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા
  • મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ચુંટણી વખતે નક્કી થશે – મનીષ સિસોદિયા
Gujarat, Surat well known Businessman Mahesh Savani
Gujarat, Surat well known Businessman Mahesh Savani

Watchgujarat. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે સુરત આવ્યા હતા. સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી હતી. આ દરમ્યાન સુરતના જાણીતા ઉધોગપતિ અને વર્ષોથી ભાજપ સાથે ઘરેબો ધરાવતા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. મનીષ સિસોદિયાએ તેઓને ખેસ પહેરાવી આપ પાર્ટીમાં સ્વાગત કર્યું હતું

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. ત્યારબાદ સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપના નેતાઓ સાથે લાંબી મિટિંગ ચાલી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી. મનીષ સિસોદિયાના આગમન પહેલા જ સુરતના મોટા નામ આપ પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાઓ હતી. તે મુજબ સુરતના જણીતા ઉધોગ પતી અને વર્ષોથી ભાજપ સાથે ઘરોબો ધરાવતા મહેશ સવાણી આપ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. મનીષ સિસોદિયાએ તેઓને આપ પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી તેઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીય, ઇસુદાન ગઢવી, આપ શહેર પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા.

એરપોર્ટ પર કાર્યકરોને અટકાવતા વિરોધ કરાયો

મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાસહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સિસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.

મને ગોળી મારી દેશે ? મને કોઈ વાંધો નથી : મહેશ સવાણી

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે હું દલિત સમાજનો છું હું ક્યારેય કોઈ સમાજનો માનતો નથી. મીડિયામાં આવે છે કે મોટા ઉદ્યોગ પતિ પણ હું કોઈ ઉધોગપતિ નથી. હું હમેશા સમાજ સેવામાં માનવા વાળો મમાણસ છું. અને મેં મારી પાસે ત્રણ ઓપ્શન હતા. માનો કે મારે ઘર લેવું હતું. એક 80 વર્ષનું બિલ્ડીંગ હતું એક 22 વર્ષનું ઘર હતું સારું એવું એલીવેશન વાળું પણ મેં જોયું કે લોકસેવા કોણ કરે છે, ખાડીમાં કોણ ઉતરે છે તે બધું જોયું પછી મેં ખુલ્લો પ્લોટ [આપ પાર્ટી] પસંદ કર્યું છે.  ગુજરાતનું કામ કરવા માટે હું રાજકારણમાં જોડાઈ રહ્યો છું. મને ઘણા બધા કહ્યું કે તમે આપ પાર્ટીમાં જોડાશો તો તમને હેરાન કરાશે, તમારે ત્યાં રેડ પડશે, પરિવારને હેરાન કરાશે. પણ ક્રાંતિકારી તો કોઈને બનવું પડશે. વધુમાં વધુ તો શું થશે મને ગોળી મારી દેશે ? મને કોઈ વાંધો નથી. મેં મારી જિંદગી લીવી લીધી છે. જયારે પણ સમાજનું કામ થતું હોય તેમાં રાજકારણ ન થવું જોઈએ પણ હવે સમાજના કામમાં રાજકારણ થઇ રહ્યું છે.  મને ઘણા બધાએ કીધું કે આપ પાર્ટીનો મુદ્દો સ્કૂલનો છે. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણી પોતાની વાત રાખતી વેળાએ ભાવુક પણ થયા હતા.

આપ પાર્ટી તે બધું જ કરશે જે ગુજરાતની જનતા ઈચ્છે છે : મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે મને ખુશી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિન દોગુની રાત ચોગુની સ્પીડથી આગળ વધી રહી છે. સુરતના લોકોએ આપ પાર્ટી પર વિશ્વાસ કરીને ભણેલા અને ઉમાનદાર લોકોને ચુંટીને આગળ લાવી છે. ગુજરાતમાં હવે લોકોને આપ પાર્ટી પર ભરોસો આવી રહ્યો છે અને લોકો આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી ચુંટણી સતામાં બેઠેલી પાર્ટી અને જનતાની વચ્ચેથી આવી રહેલી પાર્ટી વચ્ચે થશે. આ ઉપરાંત મનીષ સિસોદિયાએ દિલ્હીની વાત કરી જણાવ્યું હતું કે જે કામ કોંગ્રેસ અને ભાજપ ના કરી શક્યું તે આપ પાર્ટીએ 5 વર્ષમાં કરી દીધું છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્ય મંત્રીનો ચહેરો કોણ બનશે તે અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે ચુંટણી વખતે નક્કી થશે. ફિલહાલ આપ પાર્ટી લોકોની વચ્ચે જઈ રહી છે અને લોકોની સમસ્યા જાણી રહી છે. આપ પાર્ટી તે બધું જ કરશે જે ગુજરાતની જનતા ઈચ્છે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud