[caption id="attachment_1278441" align="aligncenter" width="1280"] Surat listed Bootlegar relly jaguar car[/caption]
WatchGujarat. ગુજરાતમાં ભલે દારૂબંધીની વાતો હોય પણ સૌથી વધુ દારૂની રેલમછેલ અહીં થાય છે એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. જોકે દારૂબંધી પર કાબુ કરવાની જવાબદારી જેના શિરે છે તે પોલીસનો કોઈ ધાક રહ્યો ન હોય તેવું વારંવાર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડોદરા શહેરના માથાભારે બુટલેગર દ્વારા જેલમાંથી છુટ્યા બાદ ઓડી કારમાં સમર્થકો સાથે રેલી કાઢવામાં આવી હતી. જે અંગેનો વિડિઓ વાયરલ થતાં વડોદરા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
https://youtu.be/OH58aXpPRC8
વાત છે સુરતના પલસાણા તાલુકાના અંતરોલી ગામની. જ્યાં પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ તેનો પાવર બતાવ્યો હતો. જેલમાંથી જામીન મળતાં આ બુટલેગરે ગાડીના કાફલા અને લાઉડ સ્પીકર પર ગીતો વગાડતા વગાડતા ગાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.
કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય અને જેલમાંથી છૂટ્યા બાદ પણ પોતે કરેલા ગુનાનો કોઈ પસ્તાવો ન હોય તે રીતે કાફલા સાથે નીકળેલા વિડીયો વાયરલ થયા હતા. ઈશ્વર વાસફોડીયા પર પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચ પર રિવોલ્વર બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાઇ ચુક્યો છે.
જોકે જેલમાંથી જામીન પર છૂટયા બાદ ઈશ્વરે પોતાના અંતરોલી ગામના ભુરી ફળિયામાં જેગુઆર ગાડી લઈને ફિલ્મી સ્ટાઇલમાં પ્રવેશ લીધો હતો. અને મહોલ્લામાં ફર્યો હતો. પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય અને ગ્રામજનોમાં પાવર બતાવવા બુટલેગરના આવા કૃત્ય સામે સવાલો પણ ઉભા થાય છે.
વાહનોના કાફલા સાથે રોફ જમાવવા માંગતા આવા તત્વો સામે પોલીસની લગામ કસેલી રહે તે જરૂરી છે. નહીં તો આવા તત્વો કાયદાને ખિસ્સામાં નાંખીને ફરતા તેમજ ગુનાખોરી કરતા નહિ ડરે.

">