12 વર્ષનો પુત્ર પિતા માટે પ્રચાર કરતા જોઈ સૌ લોકો મંત્રમુગ્ધ થયા
છઠ્ઠા ધોરણમાં ભણતો વિવાન ઉનડકટ પિતા વતી ચૂંટણી પ્રચાર કરી રહ્યો હોયે તેને જોવા લોકો ટોળા એકઠા થયા
WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો જોર શોરથી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતમાં પણ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી છે. ત્યારે વોર્ડ નબર 21 માં BJP ના ઉમેદવારનો 12 વર્ષીય પુત્ર પિતા માટે પ્રચાર કરી રહ્યો હોય તેવું પ્રથમ દ્રશ્ય સામે આવ્યું છે. તેને પિતા માટે પ્રચાર કરતા જોઈ સૌ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા છે. છઠ્ઠા ધોરણમાં ભણતો વિવાન ઉનડકટ પ્રજાની સમસ્યા દૂર કરવા પિતા વતી વચન આપી રહ્યો છે. માત્ર બાર વર્ષના છોકરોએ પિતા માટે પ્રચાર કર્યો છે તે લોકો માટે વધુ અનુકુળ બની રહ્યું છે અને તેને સાંભળવા ધીમે ધીમે લોકો ભેગા થઇ રહ્યા છે.
સુરતમાં ચુંટણી પ્રચાર જોર શોરમાં થઇ રહ્યો છે. કોઈ ગેસ સીલીન્ડર લઈને પ્રચાર કરી રહ્યા છે. તો કોઈ બળદગાડું લઈને તો ક્યાંક પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવામાં આવી છે. પરંતુ સુરતમાં એક 12 વર્ષનો પુત્ર પિતા માટે ચુંટણી પ્રચાર કરતો હોય તેવું પ્રથમ દ્રશ્ય સામે આવ્યું છે. સુરતમાં વોર્ડ નબર 21 માં BJP એ યુવા ચહેરો એવા વ્રજેશ ઉનડકટને ટીકીટ આપી છે. તેને ટીકીટ મળતા જ તે ચુંટણી પ્રચારમાં જોત રાઈ ગયા છે. તેઓ દરરોજ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. પરંતુ તેઓનો પ્રચાર અનોખો છે. કારણે કે તેઓનો પ્રચાર તેઓનો પુત્ર વિવાન કરી રહ્યો છે.
https://youtu.be/siYuDHzKVnM
આ વિસ્તારમાં હિન્દીભાષી લોકોનો વસવાટ હોવાથી છઠ્ઠા ધોરણમાં ભણતો વિવાન ઉનડકટ પ્રજાની સમસ્યા દૂર કરવા પિતા વતી વચન આપી રહ્યો છે. વિવાન ઉનડકટ જ્યારે પોતે પ્રચાર કરતો હોય છે. ત્યારે તેની વાક્છટા જોઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંબામાં પડી જાય છે. આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે. એનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે. કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જોઈએ એ અંગે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે.
વિવાન પીએમ મોદીનો જબરો ફેન છે
છઠા ધોરણમાં ભણતો 12 વર્ષીય વિવાન પીએમ મોદીનો જબરો ફેન છે. છેલ્લા ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે. ક્યારેક તેના પિતા સાથે ગ્રુપ મીટિંગમાં હાજર હોય છે તો કોઈક વખતે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતે જ ગ્રુપ મીટિંગમાં પહોંચીને તેમની સમગ્ર પેનલની તરફેણમાં મતદારોને મત આપવા માટે અપીલ કરવા પહોંચી જાય છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વિવાનને જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. તેની સ્ટાર પ્રચારક તરીકેની છબિ સુરત શહેરમાં ઊભરી છે.