સુરતમાં રોજ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે
કોવીડની સારવાર કરતી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે
મનપા કમિશ્નરે ગતરોજ કતારગામ વિસ્તારની મુલાકત લઇ દુકાનદારો, વેપારીઓ અને લોકોને ટેસ્ટીંગ કરાવવા અને વેકિસન લેવા અપીલ કરી હતી
મનપા કમિશ્નરની અપીલ બાદ બીજા જ દિવસ લોકોની ટેસ્ટીંગ માટે લાંબી કતારો જોવા મળી હતી.
WatchGujarat. રાજ્યમાં તેમજ સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. સુરતમાં રોજ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે લોકો પણ જાગૃત થઇ રહ્યા છે. સુરતના કતારગામ સ્થિત આવેલી જેરામમોરાની વાડી પાસે ટેસ્ટીંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. હવે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોવીડ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે મનપા દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપા દ્વારા હાલમાં સમગ્ર સુરતમાં વિવિધ સેક્ટરમાં ટેસ્ટીગ સધન કરવામાં આવ્યું છે. તેમજ વેક્સીનેશન પણ ઝડપી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ હવે જાગૃત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ટેસ્ટીંગ માટે હવે લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે.
સુરતના કતારગામ સ્થિત જેરામમોરાની વાડી પાસે ટેસ્ટીંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. મનપા સંચાલિત ટેસ્ટીંગ સેન્ટર પર રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા લોકો આગળ આવ્યા હતા. અને ટેસ્ટીગ માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનપા કમિશ્નરે ગતરોજ કતારગામ વિસ્તારની મુલાકત લીધી હતી અને દુકાનદારો, વેપારીઓ અને લોકોને ટેસ્ટીંગ કરાવવા અને વેકિસન લેવા અપીલ કરી હતી. મનપા કમિશ્નરની અપીલ બાદ બીજા જ દિવસ લોકોની ટેસ્ટીંગ માટે લાંબી કતારો જોવા મળી હતી.
સરકારી હોસ્પિટલમાં 1078 દર્દી ગંભીર હાલતમાં સારવાર હેઠળ
શહેરની સરકારી હોસ્પિટલોમાં 1078 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહયા હતા. સિવિલ હોસ્પિટલમાં 665 દર્દી ઓક્સિજન પર,141 દર્દીઓ બાયપેપ પર અને 15 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં 173 દર્દી ઓક્સિજન પર, 69 દર્દી બાઇપપે પર અને 15 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. આમ કુલ 1078 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.