• સુરતમાં શ્રમજીવીનો લારી બચાવવા માટે કાકલુદી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકોને ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું
  • સુરતના લીંબાયત-ડીંડોલી વિસ્તારમાં દબાણખાતાની ટીમ દ્વારા એક શ્રમજીવીની લારી ઉંચકી લેવામાં આવી

WatchGujarat. એક તરફ કોરોનાની મહામારીને લઈને દરેક લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે ત્યારે સુરતમાં દબાણખાતાની દાદાગીરી સામે આવી રહી છે. એક ટાઈમનું કમાઈને એક ટાઈમનું પેટીયું રળતા લોકોને દબાણખાતાની ટીમ ખોટી રીતે હેરાનગતી કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક શ્રમજીવી અધિકારીના પગ પકડીને લારી ન લઇ જવા માટે હાથ જોડે છે. તે રીતસરનો રડે છે. પણ અધિકારીએ તેની એક ન સાંભળી અને તેની લારી લઇ ગયા

કોરોનાની મહામારી અને કડક નિયંત્રણોને લઈને દરેક વર્ગના લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે. બીજી તરફ સુરતમાં વિવિધ નિયમનો હેઠળ રોડ પર પાથરણું કરી અથવા લારી ચલાવી શાકભાજી વેચતા લોકોને ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં તેને લઈને અનેક ઘર્ષણના વિડીયો પણ સામે આવી ચુક્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે.

સુરતના લીંબાયત-ડીંડોલી વિસ્તારમાં દબાણખાતાની ટીમ દ્વારા એક શ્રમજીવીની લારી ઉચકી લેવામાં આવી હતી. જેને લઈને શ્રમજીવીએ લારીને પકડી રાખી હતી અને લારી ન લઇ જવા શ્રમજીવી આજીજી કરતો હતો. પરંતુ અધિકારી સાથે રહેલા તેમના માણસોએ રીતસરની દાદાગીરી કરી હતી. એટલું જ નહી શ્રમજીવી અધિકારી અને ત્યાં હાજર લોકોને બે હાથ જોડી પગ પકડે છે અને કહે છે કે સાહેબ મારે બે બાળકો છે અને મારે આજે ધંધાનો પહેલો દિવસ છે હું આવી ભૂલ નહિ કરું મને જવા દો વગેરે જેવી આજીજી કરી હતી. પરંતુ  અધિકારીએ તેની એક સાંભળી ન હતી અને તેની લારીને ઉચકીને લઇ ગયા હતા. આ વિડીયો વાયરલ થતા દબાણખતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

શ્રમજીવી રડતો રહ્યો, આજીજી કરતો રહ્યો

સુરતમાં શાકભાજી અને ફળફુટ વહેચી શ્રમજીવીઓ એક ટાઈમનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળે છે. પરંતુ સુરતમાં દબાણખાતાની ટીમ દબાણના નામે તેઓની લારીઓ જપ્ત કરી લે છે. આવી અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી ચુકી છે. અને વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને ભૂતકાળમાં સુરતમાં વિરોધ પણ થયો છે અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ સર્જાયું છે. પરંતુ આ વિડીયો વાયરલ થતા દબાણખતાની આવી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud