• સુરતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, જેને કારણે તંત્રની પોલ પણ ખુલી રહી છે
  • સુરતના છેવાડે આવેલા સણીયા હેમાદ ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું
  • ગામમાં આજે સવાલે 50 મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઇ જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા
  • આખરે કમર સમા પાણીમાં ટ્રેક્ટરે લક્ઝરી બસને રેસ્ક્યૂ કરી બહાર કાઢી

WatchGujarat. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ગાજવીજ સાથે સુરતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બીજી તરફ સુરતના છેવાડે આવેલા સણીયા હેમાદગામ બોટમાં ફેરવાઈ ગયું હતું. અહી એક બસ પણ ફસાઈ ગયી હતી. બસમાં 50 જેટલા મુસાફરો હતા જેને લઈને ગામના માજી સરપંચ સહિતના લોકોએ ટ્રેક્ટર વડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું

સુરતમાં થોડા દિવસો વિરામ લીધા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી હતી. માત્ર 7 થી 8 ઇંચ વરસાદમાં જ સમગ્ર સુરત પાણી પાણી થઇ ગયું હતું. સુરતના છેવાડે આવેલા સણીયા હેમાદ ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું હતું. અહી કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જેને લઈને ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થયો હતો. અહી ગામ બેટમાં ફેરવાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી

મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ 

માજી સરપંચ સંજયભાઈ રામાનંદીએ જણાવ્યું હતું કે આજે સવારે 7 વાગ્યાની આસપાસ બસ ચાલકની ભૂલ નાં કારણે બસ ચાલક બસ લઈને મંદિર સુધી આવી ગયો હતો. જેથી બસમાં પાણી ભરાઈ જતા બસ પાણીમાં ફસાઈ ગયી હતી. બસમાં 50 થી વધુ મુસાફરો હતા. જેથી અમે લોકોએ રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. અમે લોકોએ મારું ટ્રેક્ટર લઈને બસમાં તમામ મુસાફરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બચાવી લીધા હતા.

ખાડી પુરની સમસ્યા સર્જાઈ છે 

વાલક ખાડીનું પાણી તંત્ર દ્વારા તાપી શુદ્ધિકરણના નામે અહીની ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને છેલ્લા ૪ વર્ષથી અહી થોડા જ વરસાદમાં સણીયા હેમાદગામ બેટમાં ફેરવાઈ જાય છે. જેને લઈને અહી રહેતા ગામવાસીઓને ભારે હાલાકી પડી રહી છે. એટલું જ નહી આ અંગે અમે અનેક રજુઆતો કરી છે. અહી વાલક ખાડીનું પાણી છોડવામાં આવતા સણીયા હેમાદગામથી મીઠી ખાડી સુધીના વિસ્તારને અસર થાય છે અને ખાડી પુર જેવી સમસ્યા પણ સર્જાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud