• લીંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
  • માસ્ક ન પહેરનાર બાઈક ચાલકને રિક્ષામાંથી ફિલ્મી ઢબે કૂદકો મારનાર પોલીસ કર્મીનો વિડીયો વાયરલ
  • માસ્ક ન પહેરનાર બાઇક સવાર વિરુદ્ધ પોલીસની દાદાગીરી સામે આવી છે

WatchGujarat માસ્ક દંડના નામે પ્રજાને હેરાન કરતી પોલીસના અસંખ્યા કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેકો વખત પોલીસ અને પ્રજા વચ્ચે ધર્ષણના દ્રશ્યો સર્જાયા હોવાના કિસ્સા જોવા મળ્યાં છે. ત્યારે સુરતના લીંબાયત પોલીસની દબંગાઇનો એક વાઇરલ વિડિઓ સામે આવ્યો છે. જેમાં પોલીસે માસ્કનો દંડ ઉઘરાવવા માટે રિક્ષામાં ફરતી જોવા મળે છે. અલબત ફિલ્મી ઢબે રિક્ષામાંથી કૂદી પોતાની સાથે બાઇક ચાલકનો પણ જીવ જોખમમાં નાખતા દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારે પોલીસની આવી દબંગાઇભરી કામગીરી કામગીરી સામે પ્રજામાં રોષ ફાટી નિકળ્યો છે.

સુરતમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું છે. દૈનિક કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેને લઈને લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકડાઉનમાં પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી. પોતાના જીવ જોખમમાં મૂકી ખડેપગે સેવા બજાવતા પોલીસકર્મીઓનું સુરતીઓએ ફૂલોથી સ્વાગત પણ કર્યું હતું. પરંતુ અમુક પોલીસકર્મીઓના કારણે પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં માસ્ક ન પહેરનાર બાઇક સવાર વિરુદ્ધ પોલીસની દાદાગીરી સામે આવી છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક ઇસમ બાઈક લઈને પસાર થઇ રહ્યો છે. ત્યારે ત્યાં રીક્ષામાં આવેલી પોલીસ ચાલુ રીક્ષામાંથી કુદે છે અને બાઈક ચાલકને પકડવાની કોશિશ કરે છે. પલભર માટે બાઈક ચાલક સ્ટેયરીંગ પરથી કાબુ પણ ગુમાવી દે છે. પરંતુ થોડે આગળ જઈને બાઈક ચાલક ઉભો રહે છે. ત્યારે બાઇક સવારે શું તે બાબતે પોલીસકર્મીને પૂછતાં પોલીસકર્મી બાઇક સવારને ઝાપટ મારે છે અને તેની બાઈક પાછળ બેસી જાય છે.

ત્યારબાદ ત્યાં લોકટોળું પણ એકત્ર થઇ જાય છે. વાયરલ વિડીયો મુજબ આ ઘટના લીંબાયત ઓમનગરમાં બની હોવાની ચર્ચા છે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસની આવી કામગીરી સામે સવાલ પણ ઉઠાવી રહ્યા છે. જોકે આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે ઘણા લોકોએ પોલીસ પર પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ કરશે કોઈ કાર્યવાહી ?

આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. પોલીસની આવી કામગીરી સામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાનું સંક્મ્રણ વધે નહી તે માટે લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. તો બીજી તરફ પોલીસ આવી રીતે લોકોને રંઝાડી રહી છે. ત્યારે આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું આ પોલીસ કર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud