સમયસર કામગીરીના કારણે સદનસીબે કાપડની દુકાનો હોવાથી મોટો અકસ્માત ટળ્યો
બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી
WatchGujarat શહેરના બરોડા પ્રિસ્ટેજના સરદાર શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલા મીટરપેટીમાં આગ લાગી હતી. આગ લાગતા જ શોપિંગ કોમ્પ્લેક્સમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરતના બરોડા પ્રિસ્ટેજ પાસે સરદાર શોપિંગ સેન્ટર આવેલુ છે.આજ રોજ સવારના સમયે શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલા મીટરપેટીમાં શોટ સર્કિટના કરેને આગ લાગી હતી. શોપિંગ સેન્ટર હોવાથી સવારે પણ લોકોની ઉપસ્થિતિ વધુ જોવા મળી હતી. ત્યારે આગનો બનાવ બનતા જ શોપિંગ સેન્ટરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની શોપિંગ સેન્ટરના લોકોએ ફાયરને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ પાવર સપ્લાય બંધ કરી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. જેથી શોપિંગ સેન્ટરના લોકોમાં હાશકારો જોવામળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પ્રાથમિક તબ્બકે બેઝમેન્ટમાં રહેલી મીટરપેટીઓ પૈકી ત્રણ મીટર પેટીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હોવાનું અનુમાન છે.
શોપિંગમાં કાપડની દુકાનો પણ આવેલી છે
શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડમાં અને પહેલા ફ્લોર પર કાપડની દુકાનો આવેલી છે. તેમજ ઉપરના ફ્લોર પર લોકો રહેતા હતા. આ ઘટનાથી પલભર માટે ભયનો માહોલ સર્જાઈ હતો. અને લોકો પોતાની દુકાનો બંધ કરી શોપિંગની બહાર નીકળી ગયા હતા. જો કે ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવી લેતા મોટો અકસ્માત સર્જાતા અટક્યો હતો અને લોકોએ રાહતનો દમ લીધો હતો.