• ભાગાતળાવ જનતા માર્કેટમાં મોબાઇલની દુકાન આવેલી છે
  • મોબાઇલની દુકાનમાં કમીશન લેવા માટે આજે સવારે દુકાનદાર અને અન્ય ઇસમ વચ્ચે બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ
  • મારામારી થતા આસપાસના હાજર લોકોએ છુટા પાડવાનો પ્રયાસ કર્યો

WatchGujarat.  સુરતના ભાગાતળાવ સ્થિત આવેલી જનતા માર્કેટમાં મારામારીની ઘટના બની છે. મોબાઈલ દુકાન દાર સાથે કમીશનની બાબતે ઝગડો થયો હતો. જેમાં વાત મારામારી સુધી પહોચી ગયી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયી હતી. બીજી તરફ અઠવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

સુરતના રાજમાર્ગ સ્થતિ ભાગાતળવા જનતા માર્કેટમાં મોબાઈલની દુકાન ધરાવતા આરીફમિયા ઘાસવાલાની દુકાને જનતા માર્કેટના બહાર બેલ્ટનો વેપાર કરતો ઐયુબ ઇલ્યાસ મેમણ આવ્યો હતો. અને અયુબે મોબાઈલ બાબતે આરીફ સાથે ઉંચા અવાજે વાત કરવાનું શરુ કર્યું હતું. પરંતુ આરીફે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. જેથી અયુબ આરીફ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. પણ દુકાન પર હાજર અન્ય ગ્રાહકોએ મામલો થાળે પાડ્યો હતો. જો કે ઇલ્યાસ તેના ભાઈ ફ્રીમ સાથે પરત આવ્યો હતો અને કાઉન્ટર બહારની સાઈડ ખેચી અંદર ઘુસી જાય છે અને મારામારી થાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

મામલો પોલીસ મથકે પહોંચ્યો

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ મામલો અઠવા પોલીસ મથકે પહોચ્યો છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઘટનામાં દુકાનદારને માથાના ભાગે પણ ઈજા થઇ હતી. પ્રાથમિક  તપાસમાં ગ્રાહકોના કમીશન મુદે બોલાચાલી થયા બાદ આ મારામારી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud