અડાજણમાં રહેતી મહિલા બેંક કર્મી અને તેની બહેન બેંકમાં નોકરી કરે છે
ચિઠ્ઠીમાં નાની બહેનને તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry. લખ્યું હતું.
મહિલા કર્મીની માર્ચ 2020માં સગાઇ થઇ હતી બાદમાં સગાઇ તુટી ગઇ હતી
WatchGujarat રાષ્ટ્રીયકૃત બેંકની મહિલા કર્મચારી ચિઠ્ઠી લખીને ગુમ થઇ છે. મહિલા કર્મચારીએ પોતાના ઘરે ‘ ભગવાનને દુનિયામે મેરે લિયે કોઇ જગહ નહીં બનાઇ , દુનિયા છોડ કર જા રહી હું’ ચિઠ્ઠીમાં લખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ચિઠ્ઠીના આધારે ગુમ થયાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે તાત્કાલિક ધોરણે યુવતીની શોધખોળ શરૂ કરી દીધી છે.
મુળ ઝારખંડની 31 વર્ષીય રજનીકુમારી અડાજણ વિસ્તારની અંકુર સોસાયટીમાં નાની બહેન રાની સાથે રહે છે. આ બંને બહેનો એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. ત્યારે રજનીકુમારી નાનપુરા શાખામાં નોકરી કરે છે. ગતરોજ તા. 7મીના રોજ બંને બહેનો સવારે નોકરી માટે ઘરેથી નીકળી હતી. જોકે, રજનીકુમારી બેંક પર પહોંચી ન હતી. જેથી બેંક પરના કર્મચારીઓએ તેની નાની બહેનને ફોન કરી રજની નોકરી પર આવી ન હોવાની જાણ કરી હતી. બેન્ક પરથી જાણકારી મળ્યાબાદ રાનીએ તરત જ રજનીનો કોલ પર સંપર્ક સાધ્યો હતો પરંતુ રજનીકુમારીનો ફોન બંધ આવ્યો હતો.
રજનીકુમારીનો સતત ફોન બંધ આવતા રાનીએ મોટી બહેન રજનીની જાતે જ શોધખોળ શરૂ કરી દીધી હતી. તેમ છતાં તેણીનો પતો લાગ્યો ન હતો. આખરે રાની ઘરે પહોંચી હતી. ત્યારે તેણીના ઘરેથી ફોન અને એક ચિઠ્ઠી મળી આવી હતી. ચિઠ્ઠી હિન્દી ભાષામાં લખાયેલી હતી. ચિઠ્ઠીમાં રજનીએ જણાવ્યું હતું કે મુઝે ઢુંઢનેકી કોશિશ મત કરના, ભગવાનને મેરે લિયે દુનિયામાં કોઇ જગહ નહીં બનાઇ ઇસ લિએ દુનિયા છોડ કર જા રહી હું. રાની તુમસે કોઇ પ્રોબ્લેમ નહીં હૈ મુઝે. love you, sorry. લખ્યું હતું.
આ ચિઠ્ઠી મળતા જ ગભરાઇ ગયેલી રાનીએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ દીધી છે. જોકે રજનીકુમારીની માર્ચ 2020માં સગાઇ થઇ હતી. તે સગાઈનું ભવિષ્ય લાબું રહ્યું ન હતું અને બાદમાં સગાઇ તુટી ગઇ હતી. જેના કારણે રજની કુમારી તણાવમાં રહેતી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ કારણોસર તેણીએ ઘર છોડ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.