પાંચ વર્ષની બાળકીને ઝાડા થયા બાદ બેભાન થઈ જતાં માતા પગપાળા ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહી હતી
બાળકીના પિતા કામ પર ગયેલા અને માતા પાસે ફોન ન હોવાથી 108માં ફોન ન થઈ શક્યો
રિક્ષા કે અન્ય વાહન ન મળતાં માતા બાળકીને ખભે નાખી હોસ્પિટલ જવા નીકળી હતી
બાળકીનાં સ્વજનોએ કહ્યું, બાળકી સવારથી સાંજ સુધી એકદમ રોજની જેમ સ્વસ્થ હતી.
પાંચેક મિનિટ આસપાસ ઝાડા થયા બાદ બાળકી ઢળી પડી હતી.
હોસ્પિટલથી દોઢ જ કિમી દૂર હતું અને બાળકીનું મોત નીપજ્યું
WatchGujarat. રાત્રી કર્ફ્યુના કારણે પાંડેસરાના વાલકનગરમાં રહેતી પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. પરંતુ કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. દરમિયાન પોતાની 5 વર્ષીય દીકરીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા દોટ મૂકી હતી. જોકે બાળકીને સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
5 વર્ષીય દીકરીની એકાએક તબિયત લથડતાં માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલોમીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી. જોકે ત્યાંથી માત્ર દોઢેક(1.5કિમી) દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું.
5 વર્ષીય બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રમતી હતી. એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધવાથી શહેરમાં કર્ફ્યૂ હોવાથી વાહન ન મળતાં સમયસર, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હોસ્પિટલ લઇ જવા માટે માતાના રિક્ષા કે અન્ય વાહન ન મળ્યા
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.