• દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી ગુજરનાર તૌકતે વાવાઝોડાએ એ ખુબજ તારાજી સર્જી
  • નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગેશ શાહ શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ અને પાલિકા એન્જિનિયર રાજુ ગુપ્તા ફાયરની ટીમ સાથે વાવાઝોડું શાંત થયા બાદ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા
  • ફાયર બ્રિગેડની ટીમે ગટરમાં પડેલા ત્રણે જણાને સહી-સલામત બહાર કાઢ્યા

WatchGujarat. વાવાઝોડાની અસર ઓછી થયા બાદ નવસારીમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા ગયેલા નગરપાલિકા પ્રમુખ જીગીશ શાહ સાથે અન્ય અધિકારી અને પદાધિકારી ગટર માં પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી ગુજરનાર તૌકતે વાવાઝોડાએ એ ખુબજ તારાજી સર્જી હતી. દરિયાકિનારે આવેલા નવસારીમાં પણ વાવાઝોડાની ખાસી અસર દેખાઇ હતી. ગઈકાલે સાંજે તોફાન શાંત થતા નવસારી નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારીઓની ટીમ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગેશ શાહ શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ અને પાલિકા એન્જિનિયર રાજુ ગુપ્તા ફાયરની ટીમ સાથે વાવાઝોડું શાંત થયા બાદ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા.

વરસાદના કારણે નવસારીના વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયું હતું. જેની ફરિયાદ મળ્યા બાદ નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગેશ શાહ શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ અને પાલિકા એન્જિનિયર રાજુ ગુપ્તા ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને વિઠ્ઠલ નગર મુલાકાત પણ લીધી હતી. વિઠ્ઠલ નગર માં આવેલા એક ગટરના સ્લેબ પર પાલિકા પ્રમુખ અને તેમની સાથે આવેલા અધિકારીઓ ઉભા હતા ત્યારે અચાનક ગટરનો સ્લેબ તૂટ્યો હતો. અને નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગેશ શાહ શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ અને પાલિકા એન્જિનિયર રાજુ ગુપ્તા ગટરમાં પડી ગયા હતા. ગટરના સ્લેબ પર વધુ વજન વધી જતાં તે તૂટી પડતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી ગટરમાં પડેલા ત્રણે જણાને સહી-સલામત બહાર કાઢ્યા હતા.

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થયો હતો. ત્યારબાદ પાલિકા પ્રમુખને પણ વિડીયો બાબતે પોતાનો પક્ષ મૂકવાનો વારો આવ્યો હતો. પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, અમે ફસાયેલા યુવાનોને કાઢવા જતા હતા અને ત્યારે ગટરમાં પડી ગયા પરંતુ વીડિયો સામે આવ્યા બાદ ચિત્ર કઇ અલગ દેખાઈ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઇજાઓ થઇ નથી. પરંતુ ફાયર ઓફિસર નો મોંઘો મોબાઇલ ફોન ગટરમાં પડી જતા શોધખોળ માટે મોકલ્યા હતા તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud