• વિરારથી ભરૂચ આવી રહેલી મેમુ ટ્રેનને તાત્કાલિક અટકાવાતા મોટી હોનારત તળી
  • વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ટ્રેક ઉપર એંગલ મુકનાર ભાંગફોડીયા તત્વોની તપાસ શરૂ

WatchGujarat. ભાંગફોડીયા તત્વો દ્વારા ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચે ગુડ્ઝ ટ્રેનના ડ્રાઈવર તેમજ ટ્રેક ચેકીંગ કિ મેનની સમયસુચકતાથી નિષ્ફળ નીવડ્યું છે. વિરારથી ભરૂચ તરફ આવતી મેમૂ ટ્રેનને તસત્કાલિક અટકાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

વિરાર-ભરૂચ મેમૂ ટ્રેનને ઉથલાવી પડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. નવસારી અને ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન વચ્ચેના બંને ટ્રેક ઉપર આસમાજિક તત્વો કે કોઈ ભાંગફોડીયા શખ્સોએ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી જોખમમાં મૂકી દીધી હતી.

ટ્રેન ઉથલાવી મારવાના કાવતરાના ભાગરૂપે લોખંડનો એંગલ ( રોડ ) મૂકી દેતા વિરાર – ભરૂચ ડાઉન મેમુ ટ્રેનને સ્થળ પર થોભાવી દેવાની ફરજ પડી હતી. જે અંગે નવસારી રેલવે સ્ટેશન યુનિટ -1 ના અધિકારીએ વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રેલવેમાંથી ઘટનાની મળતી માહિતી મુજબ, નવસારી રેલવે સ્ટેશન યુનિટ -4 ( સીપીડબલ્યુઆઇ ) ખાતે છેલ્લા એક વર્ષથી કી – મેન તરીકે ફરજ બજાવી રહેલા સુબોધકુમાર મહેશ્વરપ્રસાદ સિંગ કોન્ટ્રાક્ટ બેઇઝ પર રાખેલા કી – મેન ભીખુભાઇ રાઠોડ સાથે વિજલપુર રામનગર પાસે આવેલી કિ.મી. નં . 234 / 31 થી હાંસાપાર રે.સ્ટે . કિ.મી. નં . 231 / 09-11 સુધી અપ-ડાઉન લાઇનો ચેક કરવાની કામગીરી માટે નીકળ્યા હતા.

દરમિયાન ટ્રેક ઉપર લોખંડનો એન્ગલ મુકેલો નજરે પડ્યો હતો. સાથે જ બીજા ટ્રેક પરથી પસાર થતા ગુડ્ઝ ટ્રેનના ડ્રાઇવરે પણ ટ્રેક ઉપર એંગલ જોતા તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. ઘટના અંગે નવસારી રેલવે સ્ટેશન પર ફરજમાં હાજર સ્ટેશન માસ્તર ભૂપેન્દ્રસિંગને ફોન કરીને અપ રેલવે લાઇન કિ.મી. નં.234-25-23 વચ્ચે ટ્રેક ઉપર લોખંડનો એંગલ પડેલો હોવાની જાણ કરતાં રેલવે પોલીસ, RPF અને અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

સ્ટેશન માસ્તરે વિરાર તરફથી આવતી વિરાર – ભરૂચ ડાઉન ટ્રેનના ડ્રાઇવરને પણ આ મેસેજ આપી દીધો હોવાથી ડ્રાઇવરે ઘટનાસ્થળ પાસે ટ્રેન થોભાવી દીધા બાદ અપ રેલવે લાઇનના ટ્રેક પર પડેલા લોખંડનો એંગલ ખસેડી બાજુમાં મૂકી દઇ ટ્રેન રવાના કરી દીધી હતી . આ બાબતે સુબોધકુમારે સ્ટેશન માસ્તર તથા તેમના ઉપરી અધિકારીને ફોનથી જાણ કરીને અપ રેલવે લાઇન ક્લિયર હોવાનો મેસેજ આપ્યો હતો .

લોખંડનો એંગલ કોણે ટ્રેક પર મૂક્યો હતો તે અંગે કોઇ જાણકારી મળી શકી ન હતી. અજાણ્યા આરોપીએ રેલવે કે રેલવેના મુસાફરોની સલામતી જોખમમાં મુકાય તેમ જાણવા છતાં અપ રેલવે લાઇનના ટ્રેક પર ગેરકાયદે રીતે લોખંડનો એંગલ મૂકીને નાસી છૂટયો હોવાને લઇને વલસાડ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud