• નીરજ ચોપરાએ જવેલીન થ્રોમાં સુવર્ણ પદક મેળવતા ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું રાખીને બેસેલા કરોડો ભારતવાસીઓ ખુશ થઈ ગયા
  • સુરતના રંગોળી આર્ટિસ્ટ અખ્તરભાઈ દ્વારા 8.5 બાય 5.5 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરાઈ
  • ભાલા ફેંકમાં જે ક્ષણ ભારત માટે યાદગાર બની હતી તે ક્ષણને તેઓએ રંગોથી ભરી

WatchGujarat. દેશને એક સદી પછી ગોલ્ડ મેડલનો ઇંતજાર પૂર્ણ થયો છે. ટોકિયો ઓલમ્પિક 2021માં ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કર્યું છે. સમગ્ર ભારત વાસીઓ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ બની રહી છે.

નીરજ ચોપરાએ જવેલીન થ્રોમાં સુવર્ણ પદક મેળવતા ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું રાખીને બેસેલા કરોડો ભારતવાસીઓ ખુશ થઈ ગયા છે. દેશની આન, બાન અને શાન વધારે તેવા આ ઐતિહાસિક ક્ષણને સૌ ગૌરવપૂર્ણ માની રહ્યા છે અને પોતાની રીતે તેને ઉજવી રહ્યા છે. ત્યારે સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા આ ક્ષણને પોતાની રીતે ટ્રીબ્યુટ આપવામાં આવ્યું હતું. સુરતના રંગોળી આર્ટિસ્ટ અખ્તરભાઈ દ્વારા 8.5 બાય 5.5 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરાઈ છે. જેમાં એથલીટ નીરજ ચોપરાની ઐતિહાસિક પળને રંગોળીમાં ભરવામાં આવી છે. ભાલા ફેંકમાં જે ક્ષણ ભારત માટે યાદગાર બની હતી તે ક્ષણને તેઓએ રંગોથી ભરી છે.

કેટલો સમય લાગ્યો ?

સાડા આઠ બાય સાડા પાંચ ફૂટની આ રંગોળી બનાવતા અખ્તર ભાઈને આઠ કલાક જેટલો સમય લાગ્યો છે. જેમાં તેઓએ 12 જેટલા રંગોનો ઉપયોગ કરીને આ અદભુત રંગોળી તૈયાર કરી છે. રંગોળી બનાવનાર અખ્તરભાઈનું કહેવું છે કે તેઓ પહેલાથી ઓલિમ્પિકની દરેક રમત જોતા આવ્યા હતા અને દેશ માટે એ ગૌરવપૂર્ણ પળ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા હતા. મહિલા હોકી ટીમે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પરંતુ નિરજે દેશને મેડલ અપાવી સૌના દિલ જીતી લીધા છે. અને એટલા માટે તેમણે પોતાની કળા થકી નિરજને ટ્રીબ્યુટ આપવાનો પ્રયત્ન કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud