• તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.90 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયેલા પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું
  • સ્વચ્છા સર્વેક્ષણમાં સતત અગ્રેસર રહેતા સુરતના બ્રિજ પર કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા
  • લોકાર્પણ બાદ ગણતરીના દિવસોમાં બ્રિજ પર ગંડવાડાની સાથે નબળા બાંઘકામનો નમુનો સામે આવ્યો

WatchGujarat. સુરતને તેની સ્વચ્છતા માટે દેશભરમાં જાણવામાં આવે છે. સ્વચ્છતા માટે શહેરે અનેક એવોર્ડ પોતાના નામે અંકિત કર્યા છે. પરંતુ કેટલીકવાર એવા દ્રશ્યો પણ સામે આવે છે જે સુરત શહેરના આ નામની ચાડી ખાય છે. જેનું જીવંત ઉદાહરણ છે સુરતનો પાલ ઉમરા બ્રિજ.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.90 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયેલા પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેના કારણે બંને વિસ્તારના અંદાજે 10 લાખ લોકોને સીધો ફાયદો થવાનો છે. જોકે બ્રિજ ખુલ્લો મુકાયાના થોડા જ સમયમાં આ બ્રિજ પરની એવી કેટલીક તસવીરો સામે આવી જે સુરતને શોભા આપે એવી નથી. જેના માટે સુરત જાણીતું છે તેનાથી વિપરીત દ્રશ્યો આ બ્રિજ પર જોવા મળ્યા હતા.

પાનની પિચકારી

બ્રિજ ખુલ્લો મુકાયો એ જ દિવસે હજારોની સંખ્યામાં લોકો બ્રિજ પર હરવા ફરવા ઉમટી પડ્યા હતા. કેટલાક લોકોએ પરિવાર અને મિત્રો સાથે બ્રિજના ફૂટપાથ પર બેઠક પણ જમાવી હતી. જોકે બાદમાં બ્રિજ પર ઠેર ઠેર પાનની પિચકારીઓ જોવા મળી હતી. જેણે બ્રિજની સુંદરતા એક જ દિવસમાં બગાડી દીધી હતી.

બ્રિજની જોખમી રેલિંગ

બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે જ ઘણા લોકોએ બ્રિજ પરથી કોઈ તાપીમાં છલાંગ ન લગાવે તે માટે સુરક્ષાના ભાગરૂપે જાળી લગાવવાની માંગ કરી હતી. જોકે કેટલાક લોકો બ્રિજની રેલિંગ પર ચડીને જોખમી સ્ટંટ કરતા પણ નજરે ચડ્યા હતા.

બ્રિજની ટાઇલ્સ ઉખડી

એક જ દિવસમાં બ્રિજના ફૂટપાથ પર મુકેલી ટાઇલ્સ ઉખડી ગઈ હતી. કેટલાક લોકો તેને અધિકારીઓએ બ્રિજ બનાવવામાં મારેલી કટકી કહી રહ્યા છે તો કેટલાક લોકો બ્રિજ બનાવવામાં કરેલી ઉતાવળની ભૂલ માની રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud