• સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અરબાઝ રાણાને લોકડાઉનમાં કામધંધો છુટી જતા દેવુ થઇ ગયું
  • દેવું ચુકવવા યુવાને કિડની વેચવાની તૈયારી બતાવી તો શિકાર થયો ઓનલાઇન માફિયાનો શિકાર
  • 4 કરોડ મળશે તેવી લાલચ આપીને માફિયાએ તેની પાસેથી રૂ. 14 લાખ ખંખેરી લીધા
  • આખરે યુવકે સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે નાઇજીરીયનને ઝડપી પાડ્યો

WatchGujarat. સુરતમાં એક યુવકને કીડની વહેચશે તો ચાર કરોડ રૂપિયા મળશે તેવી વાતો કરી રૂ. 14.78 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ફેક વેબસાઈટ બનાવનાર આફ્રિકાના વ્યક્તિની બેંગ્લોરથી સુરત સાયબર ક્રાઈમે ધરપડક કરી છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અરબાઝ રાણા ફોર વ્હીલર ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો ધંધો છૂટી ગયો. બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો. જેમાંથી બહાર આવવા તેણે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો. અને ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો. જેના પર કિડનીના બદલામાં તેને ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત આપવામાં આવી.

જો કે આ વેબસાઇટના માધ્યમથી તેણે વિચાર ન હતો કર્યો કે તે છેતરપીંડીનો શિકાર બનશે. જેથી તેણે વેબસાઈટના વ્યક્તિઓને તેની તમામ શેર કરી. બેંગ્લોરની એક હોસ્પિટલનો ફોટો આપી કિડની વેચવા તેની પાસે પહેલા 9,999 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી અને આ રીતે અલગ અલગ ખાતામાં 14.78 લાખ રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા.

ફરિયાદીએ આ અંગે વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે ફેક વેબસાઈટ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ખ્યાતનામ હોસ્પિટલની બનાવી હતી વેબસાઈટ

સુરત પોલીસ કમિશન અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, આરોપી દ્વારા કીડની વેચવાથી ચાર કરોડ રૂપિયા મળશે તેવી અલગ અલગ 40 થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી હતી. જેમાં મની મનિપાલ, હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ, મેક્સ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ, વગેરેની વેબસાઈટ બનાવી હતી

બીટકોઈન સંબંધી વેબસાઈટો પણ બનાવી હતી

ઝડપાયેલા આફ્રિકન આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ કોરેઝ ટ્રેડીંગ, બીટકોઈન ઇન્વેસ્ટમેન્ટ, ફ્રોડ સબંધેની વિગેરે પ્રકારની વેબસાઈટ પણ બનાવી છે. તથા કોન બનેગા કરોડ પતિ માં લોટરી લાગેલ હોવાના વિડીયો એડીટીંગ કરી તેમાં મોબાઈલ નબર  પણ બદલી દેતો હતો

આરોપી પાસેથી 7.50 લાખની મત્તા કબજે કરાઈ

આરોપીએ આવી ફેક વેબસાઈટ બનાવી સુરતના યુવક પાસેથી રૂ. 14 લાખની મત્તા પડાવી લેવામાં આવી હતી. જેમાં તેની પાસેથી રૂ. 7.50 લાખ કબજે કરવામાં આવ્યા છે. અને અલગ અલગ બેંક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક સ્ટેટ મેન્ટ ચેક કરતા તેમાં રૂ. 1.31 કરોડનું  ટ્રાન્ઝેક્શન પણ થઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી બેંગ્લોરમાં પણ ઝડપાઈ ચુક્યો છે

પોલીસ તપાસમાં આરોપી ઓક્ટોબર 2011 માં ફેક બોનોફાઈડ સર્ટિફીકેટ બનાવવના ગુનામાં બ્નાસવાડી પોલીસ સ્ટેસન, બેન્લોર ખાતે પણ ઝડપાઈ ચુક્યો છે. આરોપી દ્વારા યુ.કે.કેનેડા જેવા દેશોમાં નોકરી આપવાના ભણે જોબ ઓફર બાબતે અલગ અલગ કંપનીઓ જેવી કે એરક્રાફ્ટ, એગ્રીકલ્ચર જોબ, ઓઈલ એન્ડ ગેસ કંપની, કન્ટ્રકશન, ડેરી, કુરિયર ડીલવરી કંપની નામની ફેક વેબસાઈટો પણ બનાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud