• સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જ્ન્મદિવસની ઉજવણી થઇ રહી છે
  • શાહપોર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઈસમોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

Watchgujarat. સુરતમાં જાણે હવે પોલીસનો જ કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ જાહેરનામાંનો ભંગ કરી લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. અને આ પ્રકારના વિડીયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વિડીયો સામે આવ્યો છે. શાહપોર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઈસમોએ તલવાર વડે કેક કાપી ડી.જે.ના તાલે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે

કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહિ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પરંતુ સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જ્ન્મદિવસની ઉજવણી થઇ રહી છે. ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. એટલું જ નહી કાયદાનો ભંગ કરતા પોલીસકર્મીઓના વિડીયો પણ સામે આવી ચુક્યા છે ત્યારે આવો જ એક વધુ વિડીયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના શાહપોર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઈસમોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વિડીયો ૩ દિવસ પહેલો હોવાની ચર્ચા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે તલવાર વડે કેક કાપવામાં આવે છે. અને બાદમાં ડીજેના તાલે ઉજવણી પણ કરવામાં આવે છે. એટલું જ નહી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. તેમજ અહી સોશિયલ ડીસટન્સનો ભંગ પણ ખુલ્લેઆમ થતો જોવા મળે છે.

માથાભારે તત્વો ઉજવણી કરતા જોવા મળ્યા

શાહપોરનો આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અક્રમ નામના માથાભારે ઉસમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિડીયોને લઈને ચર્ચાઓ હતી કે આ ઉજવણીમાં જુગારની ક્લબો ચલાવતા લોકો પણ હાજર હતા. અને આ તમામ લોકોએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી હતી.

પોલીસની કામગીરી સામે સવાલ

જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા  છે. જાહેરમાં આટલી મોટી ઉજવણી થઇ ગયી હતી. એટલું જ નહી અહી ડી.જે. પણ લાવવામાં આવ્યું હતું અને ડી.જે.ના તાલે માથાભારે ઈસમોએ ઉજવણી કરી હતી તેમ છતાં પોલીસને કોઈ ભનક કેમ ન લાગી તે પણ એક મોટો પ્રશ્ન છે. સામાન્ય લોકો પાસેથી દંડ વસુલતી પોલીસે અહી કેમ કોઈ કાર્યવાહી ન કરી તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ વિડીયો વાયરલ થતા પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી પર હાલ માછલા ધોવાઈ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud