• સુરતના વેલંજા ગામમાં ચુંટણી સમયે પાસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી
  • મામલે અલ્પેશ કથીરિયા સહિતના પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો
  • 4 મહિના જેટલો સમય જેલમાં રહેલા અલ્પેશને જામીન મળતા જ જેલ મુક્ત થયો
  • લાજપોર જેલ બહાર અલ્પેશનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં પાસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા

WatchGujarat. એટ્રોસીટી અને મારામારીના ગુનામાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. જેને લઈને અલ્પેશ આજે જેલની બહાર આવ્યો હતો. જેલની બહાર તેનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અલ્પેશ જેલની બહાર આવતા જ તેને ખભે ઉચકી લેવાયો હતો અને જય હિન્દ અને જય સરદારના નારા લાગ્યા હતા. તો બીજી તરફ હાર્દિક પટેલે અલ્પેશને કોંગેસમાં લાવવા માટે શું ઓફર કરાશે તેના જવાબમાં જણાવ્યું હતું કે એમાં ઓફર ન હોય ઓફર નરેન્દ્રભાઈ કરે છે.

સુરતના વેલંજા ગામમાં ચુંટણી સમયે પાસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં બીટીપીની કારને નુકશાન પણ પહોચાડવામાં આવ્યું હતું. સાથે 5 જેટલા કાર્યકરોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અલ્પેશ કથીરિયા સહિતના પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ઘાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.  આ મામલે અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટમાંથી  જામીન મળ્યા છે અલ્પેશ અંદાજીત 4 મહિના જેટલો સમય જેલમાં રહ્યો હતો પરંતુ જામીન મળતા જ હવે અલ્પેશ જેલ મુક્ત થયો છે.

લાજપોર જેલ બહાર અલ્પેશનું સ્વાગત કરવા માટે હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા અને મોટી સંખ્યામાં પાસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા. અલ્પેશ કથીરિયા જેલની બહાર આવતા જ તેને ખભા પર ઉચકી લેવામાં આવ્યો હતો. સાથે જ તેના પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં જય સરદાર અને જય હિન્દના નારા પણ લાગ્યા હતા પરંતુ ત્યાં પોલીસની હાજરીમાં પણ શોશ્યલ ડીસટનસ અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા અને પોલીસ તમાશો જોતી રહી હતી. જેલમાંથી છૂટ્યા બાદ અલ્પેશ વરાછા સ્થિતિ મીની બજાર ખાતે આવેલી સરદાર પ્રતિમાને હાર તોલા કરશે.

અલ્પેશ અમારા આંદોલનનો કન્વીનર અને સાથી છે. :હાર્દિક

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અલ્પેશ અમારા આંદોલનનો કન્વીનર અને સાથી છે. આજે જયારે તે જેલમાંથી છૂટી રહ્યો છે ત્યારે તેનો ઉત્સાહ વધારવા માટે અમે અહી પહોચ્યા છે. જે પણ લોકો જનતાના હિત માટે લડે છે. તેની હિમત મળે તે માટેના અમે પ્રયાસ કરીશું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ પાર્ટીનો માણસ કોઈને હિમત આપવા માંગતો હોય તો તેને રોકવો ન જોઈએ તેનું સ્વાગત છે.

આપ પાર્ટીએ જે વાયદાઓ કર્યા હતા તે પુરા કરે : હાર્દિક

હાર્દિકે મનપાની ચુંટણી વખતે ધાર્મિક અને અલ્પેશ નારાજ હતા તે અંગે જણાવ્યું હતું કે સમયાંતરે લોકો નારાજ પણ હોય છે પ્રેમ પણ હોય છે. પરંતુ સવાલ એ છે કે દિલથી અંગતથી લોકો કેટલા છે તે જોવાનું છે. મહત્વનો સવાલ એ છે કે ગુજરાતની જનતાની માટે કોણ સવાલ ઉભો કરે છે કોણ લડે છે તે જોવું રહ્યું. અને આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો ચુંટાયા છે તેને હજુ ૬ મહિના થયા છે હજુ સાડા વર્ષ બાકી છે. તેઓએ જે કોમેન્ટમેન્ટ આપ્યા હતા તે પુરા કરે. અને રાજનીતિનો આ જ મતલબ છે કે વાયદા કર્યા છે જે વચન કર્યા છે તે પુરા

અમે ઓફર નથી કરતા ઓફર નરેન્દ્રભાઈ કરે છે : હાર્દિક

અલ્પેશને કોંગ્રેસમાં લાવવા માટે હાર્દિકે જણાવ્યું હતું કે હું ક્યારેય કોઈને દબાણ કરવા વાળો વ્યક્તિ નથી. ગાંધી અને સરદારની ભૂમિ જે પણ સારું કરી શકે તેના માટે અમારા દરવાજા ખુલ્લા છે. આ ઉપરાંત શું અલ્પેશને કોંગ્રેસમાં આવવા માટે ઓફર કરાશે તેવો સવાલ પૂછતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આમાં ઓફર ન હોય..ઓફર નરેન્દ્રભાઈ કરે છે. અલ્પેશ જો કોંગ્રેસમાં જોડવા માંગશે તો દરવાજા ખુલ્લા છે તેનું સ્વાગત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud