• શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબે જ્વેલર્સમાં બપોરે પોણા બે વાગ્યાના અરસામાં બનેલી ઘટના
  • મોઢે રૂમાલ બાંધી ત્રણ શખ્સો દાગીના ખરીદવાના બહાને જ્વેલરી શોપમાં ઘુસ્યાં
  • જ્વેલર્સ માલિક સામે તમંચો તાંકી પણ લુંટ કરવામાં સફળતા ના મળી

WatchGujarat. શહરેના પાંડેસરા વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં ઘોળા દિવસે લુંટની ઘટના બનતી અટકી હતી. જોકે દુકાનમાં દાગીના ખરીદવાના બહેના તમંચા સાથે આવી પહોંચેલા ત્રણ શખ્સોનો દુકાન માલિકે બહાદુરી પૂર્વક સામનો કરતા ત્રણે ઊભી પુછડીએ ભાગ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે ત્રણેય લુંટારૂઓની શોદખોળ હાથ ધરી છે.

સુરતમાં દિવસે ને દિવસે ચોરી અને લુંટની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આવી જ રીતે લુંટની કોશિશ કરવામાં આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં જય અંબે જવેલર્સ આવેલું છે. ત્યાં ત્રણ શખ્સો દાગીનાની ખરીદી કરવાના બહાને પહોંચ્યા હતા. અને જવેલર્સના માલિક સાથે થોડાક સમય વાતચીત કર્યા બાદ અચાનક ઝપાઝપી કરી લુંટ કરવાની કોશિષ કરી હતી. જો કે જવેલર્સના માલિકે પ્રતિકાર કર્યો હતો અને બુમાબુમ કરી હતી. જેના કારણે લોકટોળું એકઠું થાય તે પહેલા જ ત્રણેય ઈસમો બાઈક લઈને ફરાર થઇ ગયા હતા

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જવેલર્સમાં થયેલી લુંટની કોશિષ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે ત્રણેય ઇસમો બાઈક લઈને આવે છે અને બાદમાં જવેલર્સના માલિક સાથે ઝપાઝપી કરી લુટ કરવાનો પ્રયાસ કરે છે. ત્રણેય લુટારુઓ મોઢે માસ્ક અને રૂમાલ બાંધીને આવ્યા હતા અને પહેલા ગ્રાહક બનીને દાગીના ખરીદવાનો ઢોંગ કર્યો હતો અને બાદમાં લુંટની કોશિશ કરી હતી. જો કે આ ઘટના બાદ જવેલર્સ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud