• યુએઈના શારજહાં એરપોર્ટથી ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી
  • આ ફ્લાઈટ આગામી 4 ઓગસ્ટે સુરતમાં ઉતરશે, હાલમાં આ ફ્લાઈટ માટેનું બુકિંગ શરૂ
  • ગયા અઠવાડિયે, લગભગ 97 લોકોને શારજહાંથી વિશેષ ફ્લાઇટમાં સુરત લાવવામાં આવ્યા હતા
  • કોરોનાના વધતા કેસોના પગલે ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર યુએઈ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

WatchGujarat. કોરોના વાયરસના કેસમાં વધારો અને સંભવિત ત્રીજી લહેરને પગલે ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધને પગલે સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં રહેતા ગુજરાતીઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં અટવાઈ ગયા છે. જેમને ગુજરાત પરત લાવવા માટે ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગામી 4 ઓગસ્ટે આ તમામ ગુજરાતીઓને સ્પેશ્યલ ફ્લાઈટથી સુરત લાવવામાં આવશે.

મળતી વિગતો અનુસાર કોરોના મહામારીના કારણે રાજ્યના જુદા જુદા સ્થળે રહેતા ગુજરાતીઓ યુએઈમાં અટવાયા છે. જેના કારણે યુએઈના શારજહાં એરપોર્ટથી ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે ખાસ કરીને અમીરાતમાં અટવાયેલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટ આગામી 4 ઓગસ્ટે સુરતમાં ઉતરશે. હાલમાં આ ફ્લાઈટ માટેનું બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, લગભગ 97 લોકોને શારજહાંથી વિશેષ ફ્લાઇટમાં સુરત લાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે યુએઈમાં અટવાયેલા લોકોની મુસાફરીની જરૂરિયાતો અને સગવડને ધ્યાનમાં રાખીને આ સતત બીજી ખાસ ફ્લાઇટ હશે. યુએઈમાં અટવાયેલા સુરત, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોના લોકોને ખાસ ફ્લાઇટમાં પાછા આવવાની તક છે.

નોંધનીય છે કે ભારતમાં કોરોના સંક્રમણના કેસો વધવાના કારણે યુએઈ દ્વારા ભારતથી આવતી તમામ કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે હવે યુએઈથી મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે આ ખાસ ફ્લાઈટ માત્ર ભારતમાં મુસાફરોને મુકવા માટેની છે. યુએઈ સરકાર દ્વારા પ્રતિબંધને પગલે આ ખાસ ફ્લાઇટ કોઈપણ મુસાફરો વિના ખાલી યુએઈ પરત જશે.

ભારત સરકાર દ્વારા પણ યુએઈમાં ફસાયેલા ગુજરાતીઓને ભારત પરત લાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વંદે ભારત હેઠળ ખાસ ફ્લાઇટ ચલાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ કામગીરીના ભાગરૂપે જ આ ખાસ ફ્લાઇટ પણ સુરતમાં 4 ઓગષ્ટે લેન્ડ કરશે. તેમજ અહીં મુસાફરોને ઉતાર્યા બાદ આ ફ્લાઇટ ખાલી જ પરત યુએઈ જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud